તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 11 કેસ સામે 197 દર્દી સ્વસ્થ થયા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1139 થઈ

કચ્છ જિલ્લામાં કોરોનાના કહેરમાં ઘટાડો યથાવત છે. જિલ્લામાં આજે નવા 11 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 12463 પહોંચી ચૂક્યો છે. તેમજ જિલ્લામાં 197 દર્દીઓ આજે ડીસ્ચાર્જ થયા છે.

આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ શહેરમાં 1, ગ્રામ્ય 1, ગાંધીધામ 1, અંજાર 2 , નખત્રાણા ગ્રામ્ય 1, ભચાઉ 1 , રાપર ગ્રામ્ય 1 , માંડવી 1, મુન્દ્રા ગ્રામ્ય 2, કેસ નોંધાયા છે. જિલ્લામાં મૃત્યુનો આંક 281 પર યથાવત રહ્યો છે.

જિલ્લામાં રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 197 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 11212 થઈ છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 47 હજાર 804લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...