કચ્છ જિલ્લામાં કોરોનાના કહેરમાં ઘટાડો યથાવત છે. જિલ્લામાં આજે નવા 12 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 12443 પહોંચી ચૂક્યો છે. તેમજ જિલ્લામાં 192 દર્દીઓ આજે ડીસ્ચાર્જ થયા છે. જિલ્લામાં આજે કોરોનાથી એક મૃત્યુ થયું હતું
આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ શહેરમાં 2, ગ્રામ્ય 2, ગાંધીધામ 1, અંજાર 1 , ગ્રામ્ય 1, નખત્રાણા ગ્રામ્ય 1, અબડાસા ગ્રામ્ય 1, ભચાઉ ગ્રામ્ય 2 , રાપર ગ્રામ્ય 1 , કેસ નોંધાયા છે. જિલ્લામાં મૃત્યુનો આંક 280 પર યથાવત રહ્યો છે.
જિલ્લામાં રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 192 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 10827 થઈ છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 46 હજાર 521લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.