તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 29 કેસ સામે 186 દર્દી સ્વસ્થ થયા

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2205 થઈ

કચ્છ જિલ્લામાં કોરોનાના કહેરમાં ઘટાડો યથાવત છે. જિલ્લામાં આજે નવા 29 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 12 હજાર 369 પહોંચી ચૂક્યો છે. તેમજ જિલ્લામાં 186 દર્દીઓ આજે ડીસ્ચાર્જ થયા છે. જિલ્લામાં આજે કોરોનાથી એક મૃત્યુ થયું છે.

આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ શહેરમાં 06, ગ્રામ્યમાં 03, ગાંધીધામમાં 02, અંજારમાં 03, ગ્રામ્યમાં 01, નખત્રાણા ગ્રામ્યમાં 01, અબડાસા ગ્રામ્યમાં 01, માંડવીમાં 02, ગ્રામ્યમાં 03, રાપરમાં 02, ગ્રામ્યમાં 03, ભચાઉ ગ્રામ્યમાં 01 અને લખપત ગ્રામ્યમાં 01, કેસ નોંધાયા છે. જિલ્લામાં મૃત્યુનો આંક 277 પર યથાવત રહ્યો છે.

જિલ્લામાં રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 186 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 10052 થઈ છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 43 હજાર 072 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...