તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના ફરી 179 નવા કેસ આવ્યા, 4 દર્દીના મૃત્યુ થયા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3376 થઈ

કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 179 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 9796 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં ભૂજ શહેરમાં 44 ગ્રામ્ય 11, ગાંધીધામ 25 ગ્રામ્ય 5, અંજાર 10, ગ્રામ્ય 9, મુન્દ્રા 14 , ગ્રામ્ય 2, ભચાઉ ગ્રામ્ય 3, નખત્રાણા ગ્રામ્ય 11, અબડાસા ગ્રામ્ય 16 , માંડવી 6 ગ્રામ્ય 9, લખપત ગ્રામ્ય 1, રાપર 2, ગ્રામ્ય 11-કેસ નોંધાયા છે.

કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 6408 થઈજિલ્લામાં આજે 4 મૃત્યુ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 231 પર રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 94 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 25 હજાર 201 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

ભુજમાં સરકારી હોસ્પિટલમાં અોક્સિજનના 216 બેડ, વેન્ટિલેટર 16 ઉપલબ્ધ
કચ્છમાં સરકારી હોસ્પિટલમાં જોઈઅે તો ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં રવિવારે અોક્સિજનના 417માંથી 201 બેડ ખાલી બતાવાયા છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં અોક્સિજનના 76માંથી 15 અને વેન્ટિલેટર 24માંથી 16 બાકી બતાવાયા છે. અે સિવાય અંજારના દુધઈ સીઅેચસીમાં અોક્સિજનના 20માંથી 1 બેડ ખાલી છે. ભચાઉમાં વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં 19માંથી 3, કેજીબીવીમાં અોક્સિજનના 19માંથી 4 બેડ ખાલી છે. રાપરમાં મોડેલ ગર્લ્સ હોસ્ટેલમાં અોક્સિજનના 27માંથી 19 બેડ ખાલી છે. માંડવીમાં અેસ.ડી.અેચ.માં અોક્સિજનના 18માંથી 1 બેડ ખાલી છે. અબડાસામાં રાતા તળાવ સી.સી.સી.માં અોક્સિજનના 40માંથી 12 બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...