કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોનાના આજે નવા 17 કેસ નોંધાયા, 6 દર્દી સ્વસ્થ થયા

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ વધીને 60 થયા

કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે આજે 17 નવા કેસ સામે આવ્યા છે જેને લઈ પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા 60 પર પહોંચી જવા પામી છે. જોકે રાહતની વાત એ છે કે 6 દર્દી સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. આજે નોંધાયેલા કેસમાં ભુજ શહેર 4, ગ્રામ્ય 6. ગાંધીધામ શહેર 5. મુન્દ્રા શહેર 1 કેસ. અંજાર ગ્રામ્ય 1 કેસ સામે આવ્યા છે.

કોરોના સંક્રમણમાં થઈ રહેલા સતત વધારાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પોતાના ક્ષેત્રમાં ખાનગી તબીબો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને મહામારીના કેસમાં જો પરિસ્થિતિ વણસે તો જરૂર પડ્યે સેવા આપવા જણાવાઈ રહ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા કુલ 12827 અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 12655એ પહોંચી છે. કુલ મૃત્યુ આંક 282 નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...