તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીમાં રસાકસી:કચ્છમાં બન્ને મળીને 5.21 લાખ ડોઝ અપાઈ ગયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8થી 44 વર્ષનીને 96 હજાર, વૃદ્ધોને 1.69 લાખથી વધુ, 45થી વધુ વયનાને 1.77 લાખ અપાયા
  • હેલ્થ કેર વર્કર્સે 25153 અને ફ્રન્ટ લાઈન વર્કર્સે 52796 ડોઝ લીધા

કચ્છમાં 12મી જૂન સુધી કુલ 5 લાખ 21 હજાર 305 ડોઝ અપાઈ ચૂક્યા છે, જેમાં હેલ્થ કેર વર્કર્સે 25153 , ફ્રન્ટલાઈન વર્કર્સે 52796, 60 વર્ષથી વધુ ઉંમરનાને 169237, 45 વર્ષથી વધુ ઉંમરનાને 177574, 18થી 44 વર્ષનાને 96548 ડોઝ અપાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લામાં કુલ 14 લાખ 98 હજાર, 666 વ્યક્તિને રસી અાપવાનો લક્ષ્યાંક રખાયો છે, જેમાંથી 26.05 ટકા અેટલે કે, 3 લાખ 90 હજાર 417 વ્યક્તિઅે પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે બીજો ડોઝ 33.53 ટકા અેટલે કે, 1 લાખ 30 હજાર 891 વ્યક્તિઅે બીજો ડોઝ લઈ લીધો છે. અામ, કુલ 5 લાખ 21 હજાર 308 ડોઝ અપાઈ ગયા છે. જિલ્લામાં 21303 ફ્રન્ટ લાઈન વર્કર્સના લક્ષ્યાંક સામે પ્રથમ ડોઝ 32147 વ્યક્તિઅે લીધો હતો, જેથી 150.90 ટકા લક્ષ્યાંક પાર પડ્યો હતો. બીજો ડોઝ 64.23 ટકા અેટલે કે 20649 વ્યક્તિઅે લીધો છે.

12584 હેલ્થ વર્કર્સના લક્ષ્યાંક સામે 120.56 ટકા અેટલે કે 15171 વ્યક્તિઅે પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે બીજો ડોઝ 65.80 ટકા અેટલે કે 9982 વ્યક્તિઅે જ લીધો છે. 60વર્ષથી વધુ વયના 138227 વ્યક્તિનો લક્ષ્યાંક રખાયો છે, જેમાંથી 82.77 ટકા અેટલે કે 114406 વ્યક્તિઅે પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ 47.93 ટકા અેટલે કે 54831 વ્યક્તિઅે જ લીધો છે. અેવી જ રીતે 45 વર્ષથી વધુ 242128 વ્યક્તિને ડોઝ અાપવાનો લક્ષ્યાંક રખાયો છે, જેમાંથી 55.99 ટકા અેટલે કે, 135575 વ્યક્તિઅે જ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ 30.98 ટકા અટલે કે 41999 વ્યક્તિઅે જ લીધો છે.

અેવી જ રીતે 18થી 44 વર્ષની 1084424 વ્યક્તિના લક્ષ્યાંક સામે 8.59 ટકા અેટલે કે 93118 વ્યક્તિઅે જ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ 0.03 ટકા અેટલે કે, 3430 વ્યક્તિને જ બીજો ડોઝ અપાયો છે.

કુલ ડોઝ અને કુલ વ્યક્તિમાં અંતર
કચ્છમાં કુલ 5 લાખ 21 હજાર 308 ડોઝ અાપવામાં આવ્યા છે. અેનો મતલબ અેટલી વ્યક્તિઅે રસી લીધી છે અેવો નથી થતો. કેમ કે, પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ ડોઝની સંખ્યા છે.

બંને ડોઝ માત્ર 1.30 લાખ વ્યક્તિઅે જ લીધો
કચ્છ જિલ્લામાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ 390417 વ્યક્તિઅે લીધો છે. પરંતુ, બીજો ડોઝ માત્ર 130891 વ્યક્તિઅે જ લીધો છે. અામ, બંને ડોઝ માત્ર 130891 વ્યક્તિઅે જ લીધો છે.

14.98 લાખમાંથી 3.90 લાખ વ્યક્તિઅે જ રસી લીધી
કચ્છમાં પ્રથમ અને બીજો મળીને કુલ 5 લાખ 21 હજાર 308 ડોઝ અપાયા છે. પરંતુ, 3 લાખ 90 હજાર 417 વ્યક્તિઅે જ રસી લીધી છે. અામ, 14 લાખ 98 હજાર 666 વ્યક્તિના લક્ષ્યાંકમાંથી માત્ર 3 લાખ 90 હજાર 417 વ્યક્તિઅે જ રસી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...