તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:કચ્છમાં વાદળોની આવન-જાવન વચ્ચે લોકો ભારે બફારાથી અકળાયા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે જિલ્લાના અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની વકી

કચ્છમાં તાપમાન અંકુશમાં રહ્યો હોવા છતાં દિવસ દરમ્યાન વાદળોની ગુઠબંધી અને ભારે બફારાના કારણે લોકો અકળાયા હતા. હવામાન વિભાગે શનિવારે જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે.

જિલ્લાની વાતાવરણીય તાસીર મુજબ રાત્રે ઠંડક રહેતી હોય છે પરંતુ છેલ્લા અેકાદ અઠવાડિયાથી રાત્રે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોઇ લોકો રેબઝેબ થઇ જાય છે. મંગળવારે ધૂપછાંવ અને વાદળોની ગુઠબંધી વચ્ચે તાપમાનનો પારો અંકુશમાં રહ્યો હતો, જો કે, બફારાઅે લોકોને હંફાવ્યા હતા.

સવારથી સાંજ ભેજનું પ્રમાણ અનુક્રમે નલિયામાં 84થી 67 ટકા, કંડલા 70થી 49 ટકા અને ભુજમાં 70થી 41 ટકા વચ્ચે રહ્યું હતું. વધુમાં કંડલાપોર્ટ અને કંડલા અેરપોર્ટ પર તાપમાનનો પારો નીચે સરકતાં કંડલા, ગાંધીધામ, અાદિપુર, અંજારના લોકોને ગરમીમાંથી અાંશિક રાહત થઇ હતી. મંગળવારે કચ્છમાં સાૈથી વધુ તાપમાનમાં કંડલા પોર્ટ મહત્તમ 39.7 ડિગ્રી, લઘુત્તમ 29 ડિગ્રી, કંડલા અેરપોર્ટ મહત્તમ 39.2 ડિગ્રી, લઘુત્તમ 29 ડિગ્રી, ભુજ મહત્તમ 38.2 ડિગ્રી, લઘુત્તમ 27.6 ડિગ્રી અને નલિયામાં મહત્તમ 35.8 અને લઘુત્તમ 29.4 ડિગ્રી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...