તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કચ્છમાં પણ ‘કોવીશીલ્ડ’નો બીજો ડોઝ 42 દિવસ બાદ મળશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેન્દ્ર સરકાર દ્વારા કોવીન પોર્ટલ પર જરૂરી સુચિત ફેરફાર કરવામાં આવ્યા છે

કોવીડ-19 સામેની લડાઈમાં રસીકરણ એ ખુબ જ અગત્‍યનું પાસું છે. ભારત સરકારશ્રી દ્વારા 16 જાન્‍યુઆરીથી બે સ્‍વદેશી બનાવટની રસી કોવિશીલ્‍ડ તેમજ કોવેકસીન દ્વારા રસીકરણ ચાલુ કરવામાં આવેલ છે. જે હાલ રસીના બે ડોઝ 28 દિવસના અંતરે આપી કોવીન પોર્ટલ પર તે બાબતની એન્‍ટ્રી કરવામાં આવે છે. કોવીશીલ્‍ડ રસીનો બીજો ડોઝ 28 દિવસની જગ્‍યાએ 42 દિવસ બાદ આપવામાં આવે તો રસી વધુ અસરકારક પુરવાર થતી હોઈ ભારત સરકારશ્રી દ્વારા કોવિન પોર્ટલ પર જરૂરી ફેરફાર કરી પ્રથમ ડોઝ કોવીશીલ્‍ડ લેનારનું બીજા ડોઝ માટે નુ શીડયુઅલ 42 દિવસ બાદ કરવામાં આવેલ છે.

જેથી કોવીન પોર્ટલ પ્રથમ ડોઝ કોવીડશીલ્‍ડ લેનાર લાભાર્થીના બીજા ડોઝની એન્‍ટ્રી 42 દિવસ બાદ જ લઈ શકશે. માટે જે લાભાર્થીઓએ કોવીશીલ્‍ડનો પ્રથમ ડોઝ લઈ લીધેલ છે તેઓએ બીજો ડોઝ કોવીશીલ્‍ડનો લેવા વેકસીન સાઈટ પર 28 દિવસની જગ્‍યાએ 42 દિવસ બાદ આપવા મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો. જનક માઢક આરોગ્‍ય વિભાગ, જી. પં. કચ્‍છ દ્વારા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...