તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:કચ્છમાં વધુ 772 સાથે 18થી 44 વર્ષની 9939 વ્યક્તિએ રસી લીધી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અનેક સ્થળે કોવિશીલ્ડ અને કોવેક્સિન ખુટી પડી

કચ્છમાં અનેક સ્થળે રસી ખુટી પડી છે. તેવામાંં રવિવારે વધુ 772 નવયુવકોઅે રસી લીધી હતી. રસી અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, ભુજમાં 100માંથી 100, અંજારમાં અાયોજન કર્યુ હતું.

જેમાં 100ના લક્ષ્યાંક સામે 102, ગાંધીધામ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં 100માંથી 97, ભચાઉ સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં 100માંથી 97, મુન્દ્રા સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં 100માંથી 97, માંડવીના ટાગોર રંગ ભવનમાં 100માંથી 100, અબડાસાના નલિયા સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં 100માંથી 96, લખપતના દયાપર સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં 100માંથી 83 વ્યક્તિ મળીને કુલ 800માંથી 772 વ્યક્તિને રસી અપાઈ હતી.

નખત્રાણા અને રાપરમાં રસી નથી
નખત્રાણા સામૂહિક અારોગ્ય કેન્દ્ર અને રાપર પેટા અારોગ્ય કેન્દ્ર-1માં રસી અપાઈ જ ન હતી, જેથી રસી અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કોવિશીલ્ડ રસી નહોતી અને કોવેક્સિન સોમવારથી અાપવાનું શરૂ થવાનું છે, જેથી કદાચ સ્થાનિકેથી પ્લાન નહીં થયું. બાકી 44થી વધુ ઉંમરની વ્યક્તિને કોવિશીલ્ડ અાપવાનું ચાલુ જ છે.

ભુજમાં 5 દિવસ સુધી ડ્રાઈવ ઈન સેશન
સોમવારથી શુક્રવાર સુધી ભુજ તાલુકા માટે ભુજ શહેરની અાર.ડી. વરસાણી શાળામાં સાંજે 4થી 8 વાગ્યા સુધી ડ્રાઈવ ઈન સેશન સાઈટ તરીકે ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...