તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:કચ્છમાં 90 ટકા ફ્રન્ટલાઈન વર્કરને રસી અપાઈ ગઈ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17791 હેલ્થકેર વર્કર્સમાંથી 11438 કર્મચારીઅોઅે ડોઝ લીધો
  • અારોગ્ય કર્મી કરતા પોલીસ, લશ્કર અને સરકારી કચેરીઅોમાં વધુ સફળતા

કચ્છમાં કોરોના સામે રક્ષણ અાપતી કોવિશીલ્ડની 17791 હેલ્થકેર વર્કર્સમાંથી 11438 કર્મચારીઅોઅે રસી લઈ લીધી છે, જેથી 64 ટકાને અાવરી લેવાયા છે. બીજી તરફ 16322માંથી 14630 ફ્રન્ટલાઈન વર્કર્સને ડોઝ અપાઈ ગયો છે અને 90 ટકા કર્મચારીઅોને અાવરી લેવાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ હેલ્થકેર વર્કર્સને 16મી જાન્યુઅારીથી રસી અાપવાનું શરૂ થયું હતું, જેમાં 23મીથી 29 જાન્યુઅારી સુધીના ત્રણેય દિવસોમાં દરેક દિવસે સાૈથી વધુ 14 ટકા જેટલા કર્મચારીઅોઅે રસી લીધી હતી. અે સિવાયના દિવસોમાં દરેક દિવસે 1થી 4 ટકા જેટલા જ કર્મચારીઅોઅે રસી લીધી હતી. અેવી જ રીતે ફ્રન્ટલાઈન વર્કર્સને 31મી જાન્યુઅારીથી રસી અાપવાનું શરૂ થયું છે, જેમાં 3જી ફેબ્રુઅારી 6 ટકા અને 4થી ફેબ્રુઅારીઅે 3 ટકા કર્મચારીઅોઅે રસી લીધી હતી. અે સિવાયના દિવસોમાં દરેક દિવસે 7થી 21 ટકા કર્મચારીઅોઅે રસી લીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો