બેઠક:કચ્છમાં 1342.47 લાખના ખર્ચે 717 વિકાસકામો થશે, અનેક કામો મંજૂર કરાયા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના પ્રભારીમંત્રી હાજરીમાં જિલ્લાઆયોજન મંડળની બેઠક મળી

ભુજમાં કચ્છના પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા અાયોજન મંડળની બેઠકમાં 2021-22માં જિલ્લામાં 1342.47 લાખના ખર્ચે થનારા 717 વિકાસ કામોને બહાલી અપાઇ હતી.જિલ્લા આયોજન મંડળ કચ્છની બેઠક શ્રમ અને રોજગાર, ડીઝસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસમંત્રીશ્રી તેમજ જિલ્લા પ્રભારીમંત્રી દિલીકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર તરફથી કચ્છને રૂ.1500.00 લાખ મળવાપાત્ર થાય છે, જેના અનુસંધાને વર્ષ 2021-22માં મળનારી ગ્રાન્ટ સામે વિકાસના જુદા-જુદા કામો મંજુર કરાયા હતા.

15 ટકા વિવેકાધીન જોગવાઈ (સામાન્ય)ના 549 કામો માટે રૂ. 932.50, 15 ટકા વિવેકાધીન જોગવાઈ (ખા. અંગભૂત) ના 108 કામો માટે રૂ.189.75 લાખ, 5 ટકા પ્રોત્સાહક જોગવાઈના 8 કામો માટે રૂ.20.00 લાખ, નગરપાલિકા વિવેકાધીન જોગવાઈના 25 કામો માટે રૂ.150.22 લાખ, સામાજિક અને શૈક્ષણિક પછાત (બક્ષીપંચ)ના 27 કામો માટે રૂ.500.00 લાખ મળી 717 કામો માટે રૂ.1342.47 લાખના કામોને બહાલી અપાઇ હતી.

બેઠકમાં રજ્યમંત્રી વાસણ આહીર, ધારાસભ્યો ડૉ.નિમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેંન્દ્રસિંહ જાડેજા, જિલ્લા આયોજન મંડળના સભ્ય સચિવ જે.કે.ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, નગરપતિ ઘનશ્યામ ઠક્કર, કલેકટર પ્રવીણા ડી.કે., ડીડીઅો ભવ્ય વર્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનક માઢક સહિતના અધિકારી, પદાધિકારીઅો હાજર રહ્યા હતા.

અગાઉના 55 કામો પૂર્ણ કરવા જુલાઇ સુધીની મહેતલ
​​​​​​​વર્ષ 2018-19, 2019-20 અને વર્ષ 2020-21ના ૧૫% વિવેકાધીન યોજના ધારાસભ્ય અને નગરપાલિકાની ગ્રાન્ટના શરૂ ન થયેલા અને પ્રગતિવાળા કામોની સમીક્ષા કરાઇ હતી. વર્ષ 2018-19ના 12, વર્ષ 2019-20ના શરૂ ન થયેલા ૪૩ કામો નિયત સમયમર્યાદા જુલાઈ-21ના અંત સુધીમાં પૂર્ણ કરવા પણ પ્રભારીમંત્રી દ્વારા તાકીદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...