આયોજન:કચ્છમાં 52 શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારમાં સમાવાયા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ઈતર પ્રવૃતિમાં પણ રૂચિ કેળવતા કરવા સુજાવ
  • ભુજમાં ​​​​​​​વિધાનસભાના અધ્યક્ષા અને સાંસદના હસ્તે શિક્ષકોને આદેશ અેનાયત કરાયા

ભુજ શહેરના સ્વામીનારાયણ વિદ્યાલયમાં શુક્રવારે કચ્છ જિલ્લાની અનુદાનિત અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના 52 શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારમાં સમાવતાના અાદેશ અેનાયત કરવાનો કાર્યક્રમ રખાયો હતો, જેમાં મંચસ્થોઅે બાળકોને શિક્ષણ સાથે ઈતર પ્રવૃતિમાં રસ રુચિ કેળવતા કરવા સુજાવ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત વિધાન સભાના પ્રથમ મહિલા અધ્યક્ષા ડો. નિમાબેન અાચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે પ્રાસંગિત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગુરુ શિષ્યની પરંપરા છે, જેમાં શિક્ષકો રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિકના નિર્માણમાં યોગદાન અાપી રહ્યા છે, જેથી શિક્ષકોના ખભા ઉપર સાૈથી વિશેષ જવાબદારી છે. સાંસદ વિનોદ ચાવડાઅે જણાવ્યું હતું કે, દરેક શિક્ષકે લોકો માટે યોગદાન અાપવું જોઈઅે.

બાળકોને શિક્ષણ સાથે ઈત પ્રવૃતિમાં શ્રેષ્ઠ બનાવવા જોઈઅે. વિદ્યાર્થીઅોમાં તંદુરસ્ત સ્પર્ધાના ગુણ વિકસાવવા જોઈઅે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે પણ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ભરતી પ્રક્રિયા અનુસાર 2016ના શૈક્ષણિક વર્ષમાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલા અનુદાનિત શાળાના 48 અને સરકારી શાળાના 4 મળીને કુલ 52 શિક્ષકોને પૂર્ણ પગારમાં સમાવાયા છે.

અા પ્રસંગે મનોજ લોઢા, રણજીતસિંહ જાડેજા, ત્રિકમ છાંગાઅે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ટ્રસ્ટી કે. કે. હિરાણીઅે જીવનમાં કોઈ પણ સ્થિતિમાં અનુકૂલન સાધવાની કાૈશલ્ય કલા શિક્ષણમાં હોવાનું જણાવ્યું હતું. અાભાર વિધિ કેળવણી નિરીક્ષક બી.અેમ. વાઘેલાઅે કરી હતી. કાર્યક્રમમાં બીપીન વકીલ, ઘનશ્યામ નાકર, દિપિકા પંડ્યા, મેનાબેન, જગદીશ વાઘાણીઅે વ્યવસ્થા સંભાળી હતી.

અેપ્રિલમાં જે.ઈ.ઈ. અને અેન.ઈ.ઈ.ટી.ના ક્લાસ
ડી.ઈ.અો. ડો. પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, જિલ્લામાં અગ્રણી કંપનીઅો સાથે વિદ્યાર્થી માટે અેમ.અો. યુ. થયા છે. અેપ્રિલ માસથી તમામ શાળાના જે.ઈ.ઈ. અને અેન.ઈ.ઈ.ટી.ના પરિક્ષાર્ણીઅોના કોચિંગ ક્લાસ 3 કલાક સુધી અપાશે.

અન્ય સમાચારો પણ છે...