લગ્ન સહાય:કચ્છમાં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર 4 યુગલોને રૂ.1 લાખની સહાય મળી

ભૂજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની જાહેરાત બાદ આવતા નાણાંકીય વર્ષથી મળશે અઢી લાખ
  • ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 8 અરજી આવી,હજી 4 પેન્ડિંગ

અસ્પૃશ્યતા નિવારવા માટે સરકાર દ્વારા વર્ષ 1974માં ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના લાગુ કરવામાં આવી છે.જેમાં ચાલુ નાણાકીય વર્ષના 11 મહિનામાં કચ્છમાં કુલ 4 યુગલોએ રૂ.1 લાખની સહાય પ્રાપ્ત કરી છે તેમજ હજીય 4 થી 5 જેટલી અરજી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય સવર્ણ જાતિની વ્યક્તિ લગ્ન કરે તેવા કિસ્સામાં ઓનલાઇન અરજી કર્યા બાદ આ સહાય મળે છે.આ યોજનાનો હેતુ અસ્પૃશ્યતા નિવારણનો છે. યોજના હેઠળ રૂ.50,000 પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો અને રૂ.50,000 ઘરવખરી ખરીદવા સહાય આપવામાં આવતી હતી.

જોકે,ડૉ. સવિતાબાઇ આંબેડકર લગ્ન સહાય યોજનામાં હવેથી રૂપિયા 1.50 લાખનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે લાભાર્થીઓને રૂ.2.50 લાખની સહાય મળવા પામશે.ઓનલાઇન અરજી તાલુકામા જાય ત્યાં ખરાઈ કર્યા બાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અનુસૂચિત જાતિ વિભાગની કચેરીમાં અરજી આવે ત્યાં તપાસણી કરીને સહાયની રકમ ચૂકવાય છે.

સહાય માટે અરજી કરવાના શું છે ધારાધોરણ
આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક અનુસૂચિત જાતિના અને ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ. લગ્નની નોંધણી બાદ બે વર્ષની અંદર સહાયની અરજી કરવાની હોય છે. લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાતમાં 5 વર્ષથી વસવાટ કરતા હોય.35 વર્ષની ઉંમર સુધીના વિધૂર વિધવા કે જે ને બાળકો ન હોય તે જો પુન:લગ્ન કરે તો સહાય મેળવી શકે છે. લગ્ન કર્યા પછી આ વ્યક્તિએ ગુજરાતમાં વસવાટ કરવાનો રહેશે. કોઇ આવક મર્યાદા નથી.

અન્ય સમાચારો પણ છે...