તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:કચ્છમાં વધુ 937 સાથે 3768 નવયુવકોએ કોરોનાની રસી લીધી

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોવિશીલ્ડનો જથ્થો ખૂટતા બીજો ડોઝ લેનારા પરત ખાલી હાથ ફર્યા

18થી 44 વર્ષની ઉમરની વ્યક્તિઅોને કોરોના સામે રક્ષણ અાપતી રસીના ત્રીજા દિવસે વધુ 937 નવયુવકોઅે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જોકે, કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા અાવનારા નિરાશ થઈ પરત ફર્યા હતા. કેમ કે, જિલ્લામાં કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ ખૂટી પડ્યો હતો.

જિલ્લાના દહિસરા પીએચસીમાં 97, રતનાલ PHCમાં 98, ગાંધીધામ-2 અર્બન હેલ્થ સેન્ટરમાં 150માંથી માત્ર 97, ધોળાવીરા પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં 74, ગાગોદર પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં 93, ભુજપુર સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં 96, કોડાય પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં 98, વિરાણી પેટા અારોગ્ય કેન્દ્રમાં 99, મોથાળા પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં 91, પાન્ધ્રો અારોગ્ય કેન્દ્રમાં 93 મળીને 1050માંથી 937 વ્યક્તિઅે રસી લીધી હતી.

કચ્છમાં કોવિશીલ્ડનો જથ્થો ખૂટી પડ્યો છે, જેથી પ્રથમ ડોઝ લઈ લીધા બાદ બીજો ડોઝ લેવા અાવનારી 45થી વધુ ઉમરની વ્યક્તિઅોને નિરાશ થઈ પરત ફરવાનો વખત અાવ્યો હતો. જે બાબત ખરાઈ કરવા રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, 18થી 44 વર્ષ સુધીની વ્યક્તિને પ્રથમ ડોઝ અાપવાનો કાર્યક્રમ યથાવત રખાયો છે. જ્યાં કોવિશીલ્ડનો જથ્થો ઉપલબ્ધ ન હતો ત્યાં કોવેક્સિનનો ડોઝ અપાયો છે. કોઈને પણ પરત ફરવાનો વખત અાવ્યો નથી.

અાજે વધુ 10 કેન્દ્રો ઉપર રસીકરણ
કુકમા પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, રતાડિયા પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, મેઘપર બોરીચી પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, લાયજા મોટા પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, ગાંધીધામ-1 અર્બન હેલ્થ સેન્ટર, મંગવાણા પેટા અારોગ્ય કેન્દ્ર, અામરડી પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, ડુમરા પ્રાથમિક કેન્દ્ર, બેલા પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, માતાના મઢ પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં રસી અપાશે.

રજિસ્ટ્રેશન બાદ સ્લોટ બૂક કરાવો
અોન લાઈન રજિસ્ટ્રેશન થયું હોય. પરંતુ, પોતાનો સ્લોટ બૂક ન થયો હોય તો સેશન સાઈટની મુલાકાત પોતાના રસીકરણ માટે ન લેવા જણાવાયું છે. અે પછીન દિવસોમાં સેશન જનરેટ કરવામાં અાવે ત્યારે પોતાનો સ્લોટ બૂક કરાવવા અને પોતાને અેપોઈન્ટમેન્ટ મળે ત્યારબાદ જ કેન્દ્ર ઉપર જવા સૂચના અપાઈ છે.

નોંધણી વિના રસી શા માટે નહીં
બધા અોનલાઈન રજિસ્ટ્રેશન બધા નથી કરાવી શકતા, જેથી મૂંઝવણમાં રસી લેવા જ નથી જતા. હકીકતમાં નોંધણીની પિંજણમાંથી મુક્તિ મળવી જોઈઅે. અેવી માંગણી ઉઠી રહી છે.

રજિસ્ટ્રેશન બાદ પણ રસી ન અપાતી હોવાની ફરિયાદ
કેટલાક પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં રજિસ્ટ્રેશન કરાવ્યાનો સ્ક્રીન સોટ લઈને જનારાને રસી ન અપાતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો