• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Kutch 361 Gram Panchayat Elections 73.98 Per Cent Dhingu Turnout: Highest In Lakhpat Taluka 82.22 Per Cent And Lowest In Gandhidham 60.77 Per Cent

લોકશાહીનો ઉત્સવ:કચ્છની 361 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 73.98 ટકા ધીંગુ મતદાન : સૌથી વધુ લખપત તાલુકામાં 82.22 ટકા તો સૌથી ઓછું ગાંધીધામમાં 60.77 ટકા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના સરપંચ, સભ્યપદના 5642 દાવેદારોનું ભાવિ મતપેટીમાં થયું સીલ: કાલે પરિણામ
  • અાવતીકાલે ખુલશે મતપેટી ને મળશે 344 નવા સરપંચ અને 2125 સભ્યો
  • ગ્રામીણ વિસ્તારોમાં માસ્ક પહેરીને મતદારોએ ઉજવ્યું લોકશાહીનું પર્વ

લોકશાહી પર્વે 361 ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને કચ્છના મતદારોઅે ઉત્સાહ બતાવ્યો હતો અને 665333 મતદારોમાંથી 492207 મતદારોઅે મતદાન કરતાં કુલ 73.98 ટકા ધીગું મતદાન થયું હતું, જેમાં સાૈથી વધુ લખપત તાલુકામાં 82.22 ટકા અને સાૈથી અોછું ગાંધીધામ તાલુકામાં 60.77 ટકા મતદાન થયું હતું.

મતદાનને લઇને જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજ્જ હતું સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોઅે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને ભુજ તાલુકાના ભારાપર, સુમરાસર, રાપર તાલુકાના ઘાણીથર, ભચાઉ તાલુકાના છાડવારા અને નખત્રાણા તાલુકાના ભડલી સહિત અેકલ-દોકલ જગ્યાઅે માથાકુટને બાદ કરતાં જિલ્લામાં શાંતિપૂર્ણરીતે મતદાન થયું હતું. કચ્છમાં 478 પૈકી 117 ગ્રામપંચાયતો સમરસ, ટેકનિકલ બિનહરીફ થતાં 361 ગ્રામપંચાયતો માટે 903 મતદાન મથકોઅે રવિવારે મતદાન કામગીરી હાથ ધરાઇ હતી.

ઠંડીના કારણે અમુક જગ્યાઅે બે કલાક ધીમા મતદાન બાદ ગામડાઅોમાં મતદાન માટે લોકોની લાઇનો લાગી હતી. રવિવારે જિલ્લાની 361 પંચાયતોના 665333 મતદારોમાંથી 259660 પુરુષ અને 232547 સ્ત્રી મળી કુલ 492207 મત પડતાં 73.98 ટકા ધીંગુ મતદાન થયું હતું. સરપંચપદની 344 બેઠકો માટે 895 ઉમેદવારો અને સભ્યપદની 2125 બેઠકો માટે 4747 દાવેદારો મેદાને છે. જિલ્લાના સરપંચ, સભ્યપદના 5642 ઉમેદવારોનું ભાવિ મતપેટીઅોમાં સીલ થયું છે અને તા.21-12, મંગળવારના તાલુકા મથકોઅે ઉભા કરાયેલા મત ગણતરી કેન્દ્રો ખાતે મતદાનપેટીઅો ખુલશે અને મળશે નવા 344 સરપંચ અને 2125 સભ્યો.

બિટીઅારીમાં મતદાન કરવા લાઇનમાં ઉભેલા મતદારનું હૃદયરોગના હુમલાથી મોત
દયાપર | લખપત તાલુકાના બિટીઅારી ગામમાં મતદાન કરવા માટે લાઇનમાં ઉભેલા મતદારને હૃદયરોગનો હુમલો અાવતાં મોત નિપજયું હતું. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અલીમામદ જતે જણાવ્યું હતું કે, મતદાન કરવા માટે અાવેલા સરપંચપદના ઉમેદવારના બનેવી અેવા 60 વર્ષીય અોસમાણ જત લાઇનમાં ઉભા હતા ત્યારે તેમને છાતિમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેઅો ત્યાં ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે દયાપર સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું.

અમુક ગામોમાં સાંજે મોડે સુધી ચાલુ રહ્યું મતદાન
રવિવારે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ ભુજ તાલુકાના ભારાપર, અબડાસાના જખાૈ સહિત જિલ્લાના અમુક ગામોમાં સાંજે 6 વાગ્યા બાદ મોડે સુધી મતદાનની કામગીરી ચાલુ રહી હતી. સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ જયારે મતદાનનો સમય પૂરો થવા અાવ્યો હોય અને મતદાન કરવા અાવતા મતદારોની લાઇનો હોય તો નિયમ અનુસાર લાઇનમાં છેલ્લે ઉભેલા મતદારને 1 નંબર અેમ અાગળ ટોકન અપાય છે અને અાવા ટોકનવાળા મતદારો મતદાન કરી શકે છે.

જિલ્લામાં સવારથી સાંજે 5 વાગ્યા સુધી થયેલા મતદાનનો ચિતાર
જિલ્લામાં સવારે સવારે 7 વાગ્યે મતદાન થયા બાદ 9 વાગ્યા સુધી 8.56 ટકા, 1 વાગ્યા સુધી 43.73 ટકા, 3 વાગ્યા સુધી 56.17 ટકા અને સાંજે 5 વાગ્યા સુધી 68.03 ટકા મતદાન થયું હતું.

બપોરે 1 વાગ્યા સુધી જિલ્લાના 43.73 ટકા મતદારોઅે વોટિંગ કર્યું : ભુજ તાલુકો આગળ
બપોરે 1 વાગ્યા સુધી ભુજ તાલુકામાં 60.94 ટકા, માંડવી 40.83 ટકા, મુન્દ્રા 38.26 ટકા, અંજાર 39.54 ટકા, ગાંધીધામ 30.54 ટકા, ભચાઉ 41.64 ટકા, રાપર 39.37 ટકા, નખત્રાણા 39.88 ટકા, અબડાસા 40.99 ટકા અને લખપત તાલુકામાં 40.99 ટકા મતદાન થતાં જિલ્લાનું 43.73 ટકા મતદાન થયું હતું.

જિલ્લામાં સવારે પ્રથમ બે કલાક ધીમું મતદાન
કચ્છમાં સવારે મતદાન શરૂ થવાની સાથે બે કલાક અેટલે કે, 7થી 9 વાગ્યા સુધી મતદાન ધીમું રહ્યું હતું, જેમાં તાલુકાવાર ટકાવારીમાં ભુજ તાલુકામાં 14.50 ટકા, માંડવી 4.21 ટકા, મુન્દ્રા 7.84 ટકા, અંજાર 8.22 ટકા, ગાંધીધામ 6.53 ટકા, ભચાઉ 8.82 ટકા, રાપર 6.70 ટકા, નખત્રાણા 7.96 ટકા, અબડાસા 6.76 ટકા અને લખપત તાલુકામાં 9.23 ટકા મતદાન થયું હતું.

તાલુકાવાર થયેલું મતદાન
તાલુકોપુરુષસ્ત્રીટકાવારી
ભુજ4531843,07374.91
માંડવી2585824,37177.13
મુન્દ્રા1439313,01579.38
અંજાર2021818,59570.81
ગાંધીધામ1209110,65960.77
ભચાઉ3403829,02474.88
રાપર3734431,05773.79
નખત્રાણા3212928,76471.33
અબડાસા2511822,15775.32
લખપત1315311,83282.22
અન્ય સમાચારો પણ છે...