લેન્ડ ગ્રેબિંગ:કચ્છમાં એક જ દિવસમાં મિલકત પચાવી પાડવાના 3 બનાવો પોલીસ ચોપડે ચડ્યા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ-મુન્દ્રા, અંજાર પોલીસ મથકે વેપારી સહિત 4 લોકો સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ

કચ્છમાં જમીન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગની કલમ તળે પોલીસ ફરિયાદનો સીલસીલો ચાલુ રહ્યો છે, ત્યારે મંગળવારે એકજ દિવસમાં ભુજ, મુન્દ્રા અને અંજાર પોલીસ મથકમાં મિલકત પચાવી પાડવા અંગે ત્રણ ગુના નોંધાયા છે.

ભુજમાં મકાન ખાલી ન કરી કબજો જમાવનાર સામે ફરિયાદ
મુન્દ્રા રોડ પર ઓધવ રેસીડન્સી ખાતે રહેતા જ્યોતિબેન નીલેશભાઇ પડ્યાની ફરિયાદને ટાંકીને એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મહિલાના પતિ જે ટ્રાવેલ્સ એજન્સી ચલાવે છે. અને તેમના મિત્ર પ્રકાસ રામદાસ બુધ્ધભટ્ટી પાસેથી ફરિયાદી દંપતિએ ગત 2013માં આઇયા એપાર્ટ મેન્ટમાં 3 લાખની કિંમતમાં ફ્લેટ ખરીદ્યો હતો.

પરંતુ ફ્લેટમાં સમાર કામ બાકી હોઇ તેમજ આરોપી પ્રકાસ બુધ્ધભટ્ટી પાસે જેતે વખતે રહેવા માટે અન્ય સગવડ ન હોવાથી ફરિયાદ મહિલા અને તેમના પતિ પાસેથી રૂપિયા લઇ દસ્તાવેજ બનાવી આપ્યો હતો. પરંતુ આજ દિવસ સુધી મકાન ખાલી ન કરી આપતા હોઇ પ્રકાસભાઇ વિરૂધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગની કલમ તડે ફરિયાદ નોંધાવી હતી.

મુન્દ્રામાં ગોદામ તરીકે આપેલી જમીન નામાંકિત વેપારીએ પચાવી
મુન્દ્રા પોલીસ મથકેથી છૂટક વેપાર કરતા સુરતના વરિષ્ઠ નાગરિક દિલીપભાઈ રાઘવજી સોમૈયા (ઉ.વ.74)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત માહિતી મુજબ તેમને વારસામાં મળેલ અને કુલ્લ 18 વ્યક્તિનો માલિકી હક્ક ધરાવતો મુન્દ્રા ની હજામ શેરી સ્થિત સીટી સર્વે નં 2054-55-56 વાળો વંડો તેમના પિતા રાઘવજી વીરજી સોમૈયાએ ઇસ 1982ની આસપાસ સ્થાનિકેના વેપારી અગ્રણી ભાઇલાલ નારાણજી ચોથાણી ને ગોડાઉન તરીકે ઉપયોગ કરવા આપ્યો હતો.જેના પર તેમણે પચાવી પાડવાના ઇરાદેથી કોઈ પણ પૂર્વ સંમતિ વિના કોટા થી પાકું રીનોવેશન કરી નાખ્યું હોવા ઉપરાંત તે ખાલી ન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.બનાવને પગલે મુન્દ્રા પોલીસે વેપારી અગ્રણી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવાના પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેધપર (બો)માં માલિકની જાણ બહાર દંપતિએ મકાન પચાવ્યું
અંજાર તાલુકાના મેઘપર-બો.ની શિવધારા સોસાયટીના મકાન નં. 8 પરનો મકાન 3/એ, આદિપુરમાં રહેતા ફરીયાદી કિરીટભાઈ ખુશાલભાઈ ઠક્કરની માલિકીનો છે. છતાં આરોપી સુરેશ વેલજી બારોટે અચાનક તે મકાન પર કબજો જમાવી લીધો હતો. જેથી ફરિયાદી દ્વારા અંજાર પ્રાંત કચેરીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવતા ડેપ્યુટી કલેકટર દ્વારા આરોપીને જવાબ રજુ કરવા બોલાવવામાં આવ્યો હતો.

જ્યાં આરોપી અને તેની પત્ની આવી આદિપુર ખાતે રહેતા રમેશભાઈ રૂપચંદભાઈ ભાનુશાળીના કહેવાથી તેઓ ફરિયાદીના મકાનમાં રહેવા ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી આરોપી રમેશભાઈને પણ જવાબ રજુ કરવાની તક આપવામાં આવી હતી પરંતુ મકાનની માલિકી બાબતે કોઈ આધાર પુરાવાઓ રજુ કરવામાં ન આવતા બંને આરોપીઓ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...