તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કચ્છમાં એસ.ટી.ના 350માંથી 298 શિડ્યૂઅલ ચાલુ, 52 છાત્ર રૂટો બંધ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરીક્ષાઓ શરૂ થતા જ બાકી લોકલ બસો દોડતી થઈ જશે

કચ્છમાં પણ કોરોના વિદાય વેળા અાવીને ઊભો રહી ગયો છે, જેથી જિલ્લામાં લોક ડાઉન અને રાત્રિ કર્ફ્યૂમાંથી ક્રમશ: વધુને વધુ છૂટછાટ મળતી ગઈ છે. જેના પગલે કચ્છમાંથી જિલ્લા બહાર અાવતી જતી અને કચ્છ જિલ્લામાં દોડતી અેસ.ટી. બસના 350 સિડ્યૂઅલમાંથી 298 ચાલુ થઈ ગયા છે. હવે માત્ર છાત્રોના 52 સિડ્યૂઅલ જ શરૂ કરવાના બાકી છે. જે સ્કૂલોમાં પરીક્ષા શરૂ થતા જ શરૂ કરી દેવાશે.

સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઅોની બોર્ડની વાર્ષિક પરીક્ષા 15મી જુલાઈથી 28મી જુલાઈ સુધી ચાલવાની છે, જેથી કચ્છ કલેકટર કચેરીમાં ગાંધીનગરથી શિક્ષણ મંત્રી સાથેની વીડિયો કોન્ફરન્સમાં કચ્છના અેસ.ટી. વિભાગીય નિયામક વાય. કે. પટેલને પણ બોલાવાયા હતા, જેથી ગામડામાંથી પરીક્ષા કેન્દ્ર ઉપર અાવવા જવા માટે લોકલ અેસ.ટી. બસો દોડતી કરી શકાય. અેસ.ટી. વિભાગીય નિયામક વાય. કે. પટેલને કોલ કરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, છાત્ર રૂટો સિવાય તમામ રૂટો ઉપર અેક્સપ્રેસ અને લોકલ બસો દોડતી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...