ખખડધજ વાહનો રિટાયર્ડ:કચ્છમાં 8 મહિનામાં એસટીની 26 બસો ભંગારમાં ગઈ !

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 લાખ કિ.મી. કરતા વધુ દોડેલી બસોને સ્ક્રેપમાં મોકલવાની છે પોલિસી
  • ​​​​​​​નોન યુઝના સર્ટિફિકેટ બાદ બસને વર્કશોપમાં મોકલી દેવાય છે, વિભાગીય એસટી ડેપો ભુજને BS-6 કેટેગરીની નવી 10 બસો પણ મળી

ગુજરાતમાં તાજેતરમાં સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવી છે જેમાં 15 વર્ષથી જુના વાહનોને ભંગારમાં મોકલવા અંગે દિશા નિર્દેશ પણ જાહેર થયા છે.જેથી સરહદી જિલ્લા કચ્છમાં પણ સરકારી સહિત ઘણા ખાનગી વાહનો પણ ભંગારવાડે જશે જોકે આ વચ્ચે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમની બસોમાં અગાઉથી જ સ્ક્રેપ પોલિસી અમલી છે આ વર્ષે ભુજ એસટી ડેપોની 26 બસો સ્ક્રેપમાં મોકલવામાં આવી છે.

આ અંગેની વિગતો મુજબ, દૈનિક ધોરણે એસટીની બસો મહત્તમ 500 કિલોમીટર સુધી દોડતી હોય છે.પોલિસી મુજબ જો કોઈ સરકારી બસ 8 લાખ કિલોમીટરથી વધુ દોડે તો તેને સ્ક્રેપમાં મોકલવામાં આવે છે જોકે અમુક સારા રૂટ પર દોડતી બસોની કંડીશન સારી હોય તો વધુ દોડાવવામાં પણ આવે છે બસની સ્થિતિના આધારે તેને ભંગારમાં મોકલવી કે કેમ ? તેનો અંતિમ નિર્ણય લેવામાં આવે છે.બસને ભંગારમાં મોકલતા પૂર્વે તેની બોડી,ચેસીસ,એન્જીન વગેરેની ચકાસણી કરવામાં આવે છે બાદમાં આરટીઓને જાણ કરી નોન યુઝનું સર્ટિફિકેટ લેવામાં આવે છે જે બાદ બસને વર્કશોપમાં ભંગાર માટે મોકલી દેવાય છે એસટી બસની હરાજી માટેની કામગીરી અમદાવાદ વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવે છે.

ભુજ એસટી ડેપોના ડીએમઇ કમલેશ શ્રીમાળીએ જણાવ્યું કે,8 લાખ કિમિથી વધુ દોડનારી બસોને સ્ક્રેપમાં મોકલાય છે જેમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના આઠ મહિનાના સમયગાળામાં કુલ 26 બસો ભંગારમાં મોકલવામાં આવી છે ઉપરાંત વિભાગીય કચેરીને નવી બીએસ-6 કેટેગરીની 10 બસો પણ મળી છે.

કુલ 383 બસો પૈકી હજી પણ 15 એસટી સ્ક્રેપલાયક
ભુજ એસટી વિભાગીય કચેરી હસ્તક કુલ 383 બસો આવેલી છે જે વિવિધ 700 જેટલા રૂટ પર દોડાવવામાં આવે છે જોકે આ પૈકી હજી પણ 15 જેટલી બસો એવી છે કે જે 6 થી 7 કિલોમીટર દોડી ચૂકી છે જેથી આ બસો પણ નજીકના ભવિષ્યમાં ભંગારમાં મોકલવામાં આવે તો નવાઈ નહિ. પરંતુ સારી બાબત એ છે કે,15 ને બાદ કરતા બાકીની તમામ બસો નવી છે જે મહત્તમ BS-4 અને BS-6 કેટેગરીની છે.

અન્ય સમાચારો પણ છે...