તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:કચ્છમાં 23190ના લક્ષ્ય સામે 23253ને કોરોના રસી અપાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામમાંથી 3000 સામે 4521, ભુજમાં 3500 સામે 3599, માંડવીમાં 2000 સામે 2068

કચ્છમાં કોરોના સામે રક્ષણ અાપતી રસીનું મહાઅભિયાન શરૂ કરી દેવાયું છે, જેમાં પ્રથમ દિવસે 23190ના લક્ષ્યાંક સામે 23253 વ્યક્તિને રસી અપાઈ હતી, જેમાંથી ગાંધીધામ તાલુકાઅે 3000ના લક્ષ્યાંક સામે 4521ને રસી અાપીને અાગળ નીકળી ગયો છે. જ્યારે અે પછી ભુજમાં 3500 સામે 3599 અને માંડવીમાં 2000 સામે 2068નો લક્ષ્યાંક પાર થયો છે.

લક્ષ્યાંક અાંબવાની ટકાવારી જોઈઅે તો ગાંધીધામમાં 151 ટકા, ભુજ અને માંડવીમાં 103 ટકા સફળતા મળી છે. બાકી અેકેય તાલુકો 100 ટકા લક્ષ્યાંક પાર કરી નથી શક્યો. અલબત્ત, મુન્દ્રામાં 97 અને અંજાર, રાપરમાં 94-94 ટકા સફળતા મળી છે. લખપત, ભચાઉ તાલુકામાં 87-87 ટકા અને નખત્રાણા તાલુકામાં 80 ટકા લક્ષ્યાંક પાર થયો છે. જ્યારે અબડાસામાં 75 ટકા જ સફળતા મળી છે.

તાલુકા મુજબ લક્ષ્યાંક અને સફળતા
તાલુકોલક્ષ્યાંકસફળતા
અબડાસા15001132
અંજાર29402773
ભચાઉ22501949
ભુજ35003599
ગાંધીધામ30004521
લખપત750651
માંડવી20002068
મુન્દ્રા20001946
નખત્રાણા22501804
રાપર30002810
કુલ2319023253
અન્ય સમાચારો પણ છે...