• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • In Kutch, 20 Lakh Doses Of Corona Vaccine Were Given, 14 Lakh People Took The First Dose While 6 Lakh People Took The Second Dose.

સફળતા:કચ્છમાં કોરોના રસીના 20 લાખ ડોઝ આપવામાં આ‌વ્યા, 14 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 6 લાખ જણાએ બીજો ડોઝની રસી લીધી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુલાઈથી ઓક્ટોબર સુધીના 3 મહિનામાં જ 11 લાખ લોકોએ વેક્સિનના ડોઝ મુકાવ્યા

દેશવાસીઓએ રસીકરણ અભિયાનને સફળ બનાવીને ભારતને કોવિડ મુક્ત રાષ્ટ્ર બનાવવામાં સહયોગ આપ્યો છે.આજે દેશ કોરોના રસીના 100 કરોડ ડોઝની નજીક પહોંચી ગયો છે.સમગ્ર દેશમાં 1 બિલિયન ડોઝ અંગેનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે ત્યારે મહત્વની બાબત એ છે કે,દેશના વિશાળ એવા સરહદી કચ્છ જિલ્લામાં પણ આજે કોવિડ રસીકરણના 20 લાખ ડોઝ પૂર્ણ થયા છે. બુધવારની સ્થિતિએ કચ્છ જિલ્લામાં 14 લાખથી વધુ લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ અને તે પૈકી 6 લાખ લોકોએ બીજા ડોઝની રસી મુકાવી લીધી હોવાથી કુલ ડોઝની સંખ્યા 20 લાખને પાર થઈ ગઈ છે.

દેશના સૌથી મોટા અને સરહદી ગણાતા કચ્છ જિલ્લામાં ટૂંકા સમયગાળા દરમ્યાન આરોગ્યતંત્રએ સિદ્ધિ હાંસિલ કરી છે.હવે તંત્રએ 100 ટકા કામગીરી પર ફોકસ આપવું જોઈએ તેવો સુર ઉઠવા પામ્યો છે. આ અંગેની વિગતો મુજબ 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને બાદમાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર એવા તમામ સરકારી કર્મચારીઓએ રસી મુકાવી હતી જે બાદ 60 થી વધુ આયુવાળા અને બાદમાં 45 થી 59 વર્ષની કેટેગરી વાળા લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.મહત્વની બાબત એ છે કે, 1 મેં થી યુવાઓ માટેના રસીકરણનો આરંભ થયો હતો.

1 મેં ની સ્થિતિએ કચ્છમાં 2.19 લાખ લોકોને રસીના ડોઝ અપાયા હતા જ્યારે ત્યારબાદ યુવાઓ માટે રસીકરણની શરૂઆત થતા દેશભરમાં વેકસીન મહોત્સવ શરૂ થયો હતો.જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ મેગા ડ્રાઇવ રાખીને મહત્તમ લોકોને વેકસીન આપવાનો પ્રયાસ કરાયો હતો.જેની સફળતા રૂપે કચ્છ જિલ્લામાં 20 ઓક્ટોબરની સ્થિતિએ કોવિડ રસીના 20 લાખ ડોઝની કામગીરી પૂર્ણ થઈ છે.

અત્યારસુધીના 279 દિવસોમાં જિલ્લામાં 14 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 6 લાખ લોકોએ બીજા ડોઝની વેકસીન મુકાવી છે.છેલ્લા 1 મહિનામાં પણ 2.40 લાખ લોકોએ જિલ્લામાં મતદાર યાદી પ્રમાણે 16,38,318 લોકોને રસી આપવાનું આયોજન છે જેથી હજી પણ 2 લાખથી વધુ લોકો પ્રથમ ડોઝથી જ્યારે પ્રથમ ડોઝ મુકાવનારા ઘણા લોકોએ બીજો ડોઝ મુકાવવામાં આળસ કરતા જિલ્લામાં 100 ટકા વેકસીનેશનનો લક્ષ્યાંક સિદ્ધ કરી શકાયો નથી.

કચ્છ જિલ્લામાં રસીકરણની દૈનિક સરેરાશ એવરેજ સાત હજાર
જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીના સમયગાળા દરમ્યાન કચ્છ જિલ્લાના ગામડાઓ,સમાજવાડી,ધાર્મિક-સામાજિક કાર્યક્રમો સહિતના અનેકવિધ સ્થળોએ રસીકરણની સેશન યોજીને લોકોને રસી આપવામાં આવી છે,ક્યારેક ડોઝના અભાવે તો ક્યારેક આરોગ્ય કર્મચારીઓ રજામાં હોવાથી રસીની કામગીરી બંધ પણ રહી હતી તે વચ્ચે પણ વિશાળ જિલ્લામાં દૈનિક સરેરાશ એવરેજ 7 હજાર ડોઝની સામે આવી છે.

‘તમામ સરકારી તંત્રોના પ્રયાસ અને સહકારથી આ સિદ્ધિ શક્ય બની’
જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓના માર્ગદર્શન અને શિક્ષણ, આઇસીડીએસ,પંચાયત,મહેસુલ સહિતના તંત્રોની મદદથી કચ્છ જિલ્લામાં ગામે ગામ અને શહેરોમાં લોકોને રસી આપવામાં આવી તેમજ નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહકાર આપીને તંત્રનો જુસ્સો વધાર્યો છે. સૌના પ્રયાસો થકી જ જિલ્લામાં આજે 20 લાખ ડોઝની કામગીરી પૂર્ણ થઈ છે જે પૈકી 14 લાખ લોકોએ પ્રથમ ડોઝ મેળવી લીધો છે જેથી તમામ ટીએચઓ અને આરોગ્ય વર્કરોને અભિનંદન આપું છું. - ડો.પ્રેમકુમાર કન્નર - જિલ્લા રસીકરણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...