તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મબલખ પાક:કચ્છમાં આ વર્ષે 18,825 હેકટર જમીનમાં પોણા બે લાખ મેટ્રીક ટન ખારેકનું ઉત્પાદન થયું

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીસ્યુ કલ્ચર ખારેક માટે રૂ.1.42 કરોડ સહાય 100 ખેડૂતોને ચૂકવાઇ
  • બાગાયત તરફથી ખેતી ખર્ચની 50 ટકા કે પ્રતિ હેકટર રૂ. દોઢ લાખની સહાય

કચ્છમાં અંદાજિત 500 વર્ષથી ખરેકની ખેતી થાય છે. હાલ ખારેકના 20 લાખ જેટલા ઝાડ છે. અને 5 હજાર જેટલાં ખેડૂતો ખારેકની ખેતી કરી રહ્યાં છે. કચ્છનું કલ્પવૃક્ષ ગણાતી કચ્છી ખારેકની વ્યાપારીક ધોરણે થતી ખેતીમાં સમગ્ર દેશમાં પ્રથમ આવે છે. જેમાં કચ્છમાં આ વર્ષે 18,825 હેકટર જમીનમાં પોણા બે લાખ મેટ્રીક ટન ખારેકનું ઉત્પાદન થયું છે. તથા ટીસ્યુ કલ્ચર ખારેક માટે રૂ.1.42 કરોડ સહાય 100 ખેડૂતોને ચૂકવાઇ છે. તેમજ બાગાયત તરફથી ખેતી ખર્ચની 50 ટકા કે પ્રતિ હેકટર રૂ. દોઢ લાખની સહાય અપાય છે.

દુનિયામાં સારામાં સારી ખારેક ઈરાકની બારહી ખારેક ગણાય છે

કચ્છની હરિયાળી શોભા ગણાતું કાયમી લીલુ વૃક્ષ ખારેક પોષકતત્વો, ઉપયોગીતા અને રોજગારી માટે કામધેનુ સમાન છે. ખારેકનું તાજુ ફળ લીલી ખારેક જે પીળા કે લાલ રંગમાં જોવા મળે છે તે કચ્છ, મુંબઇ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ અને નાના મોટા શહેરોમાં પણ ખવાય છે. વિશ્વમાં 40 જેટલી વ્યાપારીક ખારેકની વિવિધ જાતો થાય છે જે પૈકી કચ્છમાં દેશી ઉપરાંત, બારહી, હલાવી, ખદરાવી, સામરાન, ઝાહીદી, મેજુલ અને ખલાલ એ ગુણવત્તા અને આવકની દષ્ટિએ ઉત્તમ જાતો જણાઇ છે. દુનિયામાં સારામાં સારી ખારેક ઈરાકની બારહી ખારેક ગણાય છે. અને કચ્છ વિસ્તારમાં છેલ્લાં 5-7 વર્ષમાં આ જાતના ટીસ્યુકલ્ચરથી તૈયાર કરવામાં આવેલા રોપાઓનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે. ખેડૂતોનું કમાઉ વૃક્ષ કચ્છી ખારેકથી રોજગારીની ઉજળી તકો

કચ્છમાં બીજ દ્વારા ખારેકનું વાવેતર થયેલા હોવાથી દરેક ઝાડની આગવી લાક્ષણિકતા છે. ખારેક સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી મુન્દ્રાએ સર્વે કરી ઉત્તમ ગુણવત્તાવાળા 225 ઝાડ પસંદ કરેલાં તેના તાજાં ખલાલ મીઠાસ, કદમાં શ્રેષ્ઠ અને ઝાડદીઠ 100 થી 300 કિલો ઉત્પાદન નોંધાયું હતું.નાયબ બાગાયત અધિકારી એમ.એસ.પરસાણીયા જણાવે છે કે, જિલ્લામાં ખેડૂતોનું કમાઉ વૃક્ષ કચ્છી ખારેકથી રોજગારીની ઉજળી તકો છે અને બાગાયત ખાતા તરફથી ટીસ્યુકલ્ચર ખારેક માટે વર્ષ 2020-21માં 100 ખેડૂતોને 84-62 હેકટર વાવેતર માટે રૂ.1.42 કરોડ સહાય ચૂકવવામાં આવી છે. જયારે 18825 હેકટર વિસ્તારમાં 178461 મેટ્રીક ટન ખારેકનું ઉત્પાદન થયું છે.

ખારેકનું ઉત્પાદન, શોર્ટિંગ, ગ્રેડીંગ અને પેકીંગ કરવામાં આવે છે

જિલ્લામાં મુન્દ્રા, અંજાર, ભુજ અને માંડવી જેવા તાલુકામાં મબલક પાક થાય છે. ખારેકની ખેતી માટે અહીંના ખેડૂતો બાગાયત ખાતા દ્વારા અપાતી ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીની ધારાધોરણ પ્રમાણની સબસીડી મેળવીને સારા ગુણવત્તાવાળી ખારેક ઉત્પાદન કરી રહ્યાં છે. કચ્છમાં ખારેકના કોર્મશિયલ ફાર્મીંગ પણ થાય છે. જયાં મોટા પ્રમાણમાં આધુનિક ટેકનોલોજી સાથે ખારેકનું ઉત્પાદન, શોર્ટિંગ, ગ્રેડીંગ અને પેકીંગ કરવામાં આવે છે.

બાગાયત ખાતા તરફથી ટીસ્યુકલ્ચર ખારેકના પ્લાન્ટીંગ મટીરીયલ સહાય

બાગાયત ખાતા તરફથી ટીસ્યુકલ્ચર ખારેકના પ્લાન્ટીંગ મટીરીયલ માટે પ્રતિ હેકટર યુનિટકોસ્ટ રૂ.3 લાખ 12 હજાર, 500 પ્રતિ હેકટર દીઠ સહાયઃ ખર્ચના 50 ટકા અથવા મહત્તમ 1250 પ્રતિ રોપા, બેમાંથી જે ઓછું હોય તે પરંતુ મહત્તમ રૂ. 1 લાખ 56 હજાર 250 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય, ખેતી ખર્ચ માટે સહાય, યુનિટ કોસ્ટ રૂ.40 હજાર પ્રતિ હેકટર સહાય ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ.20 હજાર પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60 ટકા સહાય તેમજ બીજા વર્ષ જો 75 ટકા રોપા જીવંત હોય તો જ બાકીના 40 ટકા સહાય મળવાપાત્ર રહેશે.

આ માટે ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટીરીયલ (રોપા) માટે ડીબીટી દ્વારા માન્ય/એક્રેડીએશન થયેલા ટીસ્યુ લેબ તથા GNFC, GSFC કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે. આ ઉપરાંત મહત્તમ રૂ.1250 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...