તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:કચ્છમાં 18 વર્ષથી વધુના 2000માંથી 1830 યુવાનોએ ઉત્સાહભેર લીધી રસી

ભુજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાૈથી વધુ નખત્રાણા સી.એચ.સી. અને વિથોણ પી.એચ.સી.માં 200માંથી 200એ ડોઝ લઈ બતાવી જાગૃતિ
 • માંડવી શહેર કરતા તલવાણા ગામમાં જવાનિયા કોરોના સામે રક્ષા કવચ લેવા વધુ સતેજ

કચ્છમાં શનિવારે 18 વર્ષ વધુ ઉમરના યુવાનોને રસી અાપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નોંધણી કરાવ્યા બાદ નખત્રાણા સી.અેચ.સફ. અને વિથોણ પી.અેચ.સી.ના જવાનિયા વધુ જાગૃત જોવા મળ્યા હતા અને તમામે તમામ રસી લીધી હતી. બીજી બાજુ માંડવી શહેર કરતા માંડવી તાલુકાના તલવાણા ગામના યુવક યુવતી કોરોના સામે રક્ષા કવચ લેવા વધુ સતેજ જોવા મળ્યા હતા, જેમાં માંડવી અેસ.ડી.અેચ.માં 20માંથી 169 અને તલવાણા પી.અેચ.સી.માં 200માંથી 197 જવાનિયાઅોઅે રસી લીધી હતી. જોકે, અાખા કચ્છના 10 કેન્દ્રમાં 2000માંથી 1830 યુવક યુવતીઅોઅે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

અધિક જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે વિશેષ વિગતો અાપતા જણાવ્યું હતું કે, 1લી મેથી 18થી 44 વર્ષની ઉંમરના યુવાનોને રસી અાપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભચાઉ સી.અેચ.સી.માં 163, અાધોઈ પી.અેચ.સી.માં 168, ભુજ-3 વ્યાયામશાળા યુ.અેચ.સી.માં 189, માધાપર પી.અેચ.સી.માં 193, ગાંધીધામ રામબાગ અેસ.ડી.અેચ.માં 187, અાદીપુર-1 યુ.અેચ.સી.માં 164, માંડવી અેસ.ડી.અેચ.માં 169, તલવાણા પી.અેચ.સી.માં 197, વિથોણ પી.અેચ.સી.માં 200, નખત્રાણા સી.અેચ.સી.માં 200 અેમ 10 કેન્દ્રોમાં 1830 જુવાનિયાઅોઅે રસી લીધી છે. ભુજમાં ડો.વૈશાલી ડાભીના કેન્દ્રની ઇન્ચાર્જ કલેક્ટર ભવ્ય વર્માએ મુલાકાત લીધી હતી.

45 વર્ષથી વધુના 5562 લોકોઅે રસી લીધી
કચ્છમાં 45 વર્ષથી વધુના લોકોને રસી અાપવાનો કાર્યક્રમ ચાલુ જ છે, જેમાં પ્રથમ શનિવારે વધુ 5562 વ્યક્તિઅે રસી લીધી હતી, જેથી રસી લેનારાની કુલ સંખ્યા 2 લાખ 20 હજાર 879 ઉપર પહોંચી ગઈ હતી.
આજે દરેક કેન્દ્ર ઉપર નોંધાયેલામાંથી 100-100ને ડોઝ અપાશે
રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, બીજા દિવસે નોંધણી કરાવનારામાંથી દરેક કેન્દ્ર ઉપર 100-100 વ્યક્તિને ડોઝ અપાશે.

અાજે વધુ 10 નવા કેન્દ્રો ઉપર રસીકરણ
1) અર્બન હેલ્થ સેન્ટર-1,
2) મુન્દ્રા સામુહિક અારોગ્ય કેન્દ્ર
3) ગઢશીશા સામૂહિક અારોગ્ય કેન્દ્ર
4) નેત્રા પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર
5) નલિયા સામૂહિક અારોગ્ય કેન્દ્ર
6) દયાપર સામૂહિક અારોગ્ય કેન્દ્ર
7) અંજાર અેસ.ડી.અેચ.
8) કિડાણા પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર
9) સામખિયાળી પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર
10) રાપર સામૂહિક અારોગ્ય કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો