તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કચ્છમાં ઓક્સિજનની 1336માંથી 125 અને બાયપેપ-વેન્ટિલેટરની 209માંથી 3 પથારી ખાલી

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂમ એર 2263માંથી 1138 બેડ ઉપલબ્ધ
 • ભુજની જી. કે. જનરલમાં ઓક્સિજનની 347માંથી 299 ભરાયેલી, એચ.એફ.એન.સી. તમામ 53 ફૂલ

કચ્છ જિલ્લામાં રવિવારે કોરોનાની સારવાર માટે હોસ્પિટલોમાં 3808 પથારીમાંથી 1266 ખાલી બતાવાઈ હતી, જેમાં અેર રૂમ 2263માંથી 1138 પથારી ખાલી છે. અોક્સિજનની 1336માંથી 125 પથારી ખાલી છે. બાયપેપ, વેન્ટિલેટરની 209માંથી 3 પથારી ખાલી છે.

જોકે, ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં કુલ 400 પથારી છે, જેમાં માત્ર 48 પથારી ખાલી છે, જેમાંથી રૂમ અેર પથારી નથી. અોક્સિજનનની 347 પથારી છે, જેમાંથી 48 ખાલી છે. જ્યારે અેચ.અેફ.અેન.સી., બાયપેપ, વેન્ટિલેટરની 53માંથી અેકેય ખાલી નથી. જોકે, અે રવિવારની સ્થિતિ છે, જેમાં દરરોજ વધઘટ થતી રહેશે.

અંતે લોક પ્રતિનિધિઅો અને લોકોની માંગ બાદ વહીવટી તંત્રએ આખરે હોસ્પિટલોની યાદી બહાર પાડી ખરી
કચ્છમાં કઈ હોસ્પિટલમાં કયા પ્રકારની કેટલી પથારીઅો છે, જેમાંથી કેટલી ભરાયેલી છે અને કેટલી ખાલી છે. અેની યાદી બહાર પાડવા પત્રકારોઅે વારંવાર રજુઅાતો કરી હતી. છેલ્લે શુક્રવારે રાજ્યમંત્રી વાસણભાઈ અાહિરે સાંસદ વિનોદ ચાવડા ઉપરાંત તમામ ધારાસભ્યો સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં પણ તાલુકા પ્રમાણે હોસ્પિટલોની યાદી જારી કરવા સુચના આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત દ્વારા પણ આ પ્રકારની યાદી આપવાની ખાતરી અપાઇ હતી. જેથી રવિવારે યાદી બહાર પાડવામાં અાવી છે.

અોક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનના જથ્થા અને ખપતની વિગતો પણ અાપો
કચ્છમાં રોજેરોજ અોક્સિજનનો કેટલો જથ્થો છે, જેમાંથી કોને કેટલો પૂરો પડાયો, અેવી જ રીતે રેમડેસિવિર ઈન્જેકશનનો પણ કેટલો જથ્થો છે, જેમાંથી કોને કેટલો પૂરો પડાયો અે વિગતો અાપી પારદર્શિતા લાવવી જોઈઅે, જેથી લોકો સરકારી વહીવટી તંત્ર અને લોક પ્રતિનિધિઅો ઉપર વિશ્વાસ કાયમ રહે.

3 કોવિડ કેન્દ્ર હજુ શરૂ નથી થયા
અંજારમાં મોડેલ ગર્લ્સ હોસ્ટેલ સી.સી.સી.માં અેર રૂમની 50 પથારી, ગાંધીધામમાં ગર્લ્સ હોસ્ટેલ સી.સી.સી. 48 પથારી, અેસ.અાર.સી. સી.સી.સી.માં 100 અેર રૂમ પથારી હજુ સુધી શરૂ નથી કરાઈ. અામ, કચ્છમાં અેર રૂમ 198 પથારી હવે શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો