તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી પ્રક્રિયા:કચ્છમાં CRCની 21 ખાલી જગ્યામાંથી 12 ઉમેદવારો નિમાયા

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની પ્રા. શાળાઅોમાં કુલ 80નો મંજુર મહેકમ, મેરીટના અાધારે 60 અરજદારને બોલાવાયા, 14 હાજર થયા હતા

સમગ્ર રાજ્યના 16 જિલ્લામાં સી.અાર.સી. કો. અોર્ડિનેટરની ખાલી જગ્યા ઉપર 11 માસના કરાર અાધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં કચ્છ જિલ્લાની 21 ખાલી જગ્યા ઉપર નિમણૂક માટે અરજી મંગાવાઈ હતી, જેમાંથી 60 ઉમેદવારોને મેરીટ અાધારે બોલાવાયા હતા.

પરંતુ, માત્ર 14 હાજર રહ્યા હતા, જેમાંથી 12 ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિઅે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્યુમેન્ટ ચકાસણીના અંતે 13 ઉમેદવારો માન્ય ઠર્યા હતા. અેક ઉમેદવારે હક્ક જતો કર્યો હતો અને 1 ઉમેદવાર ડોક્યુમેન્ટ ચકાસણીના અંતે અમાન્ય ઠર્યો હતો. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સી.અાર.સી.ની 10થી વધુ જગ્યા ખાલી હોય અે જ જિલ્લામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં કચ્છમાં 21 જગ્યા ખાલી હતી, જેથી કચ્છનો સમાવેશ કરાયો હતો. ઉમેદવારોઅે અેકથી વધુ જગ્યાઅે અરજી કરી હોય અને અનુકૂળ જિલ્લામાં મેરીટ અાધારે બોલાવાયા હોય અેટલે કચ્છમાં તમામેતમામ હાજર રહી નહીં શક્યા હોય. હવે શિક્ષકમાંથી સી.અાર.સી. મળતા નથી. કેમ કે, પાંચ વર્ષની મુદ્દત હોય છે.

મુદ્દત પૂરી થાય પછી અેમને અેમની મૂળ જગ્યાઅે પુન:શિક્ષક તરીકે મૂકાતા નથી, જેથી શિક્ષકો અરજી કરતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કુલ 80 સી.અાર.સી.ની જગ્યા છે, જેમાં અપવાદને બાદ કરતા મોટાભાગે શિક્ષકોમાંથી સી.અાર.સી. બનાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...