તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં ગુરુવારથી 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને કોરોના સામે રક્ષણ અાપતી રસી અાપવાનું શરૂ થઈ ગયું છે, જેમાં પ્રથમ દિવસે 14385ના લક્ષ્યાંક સામે 11432 લોકોઅે રસી લીધી હતી. રસીકરણ કેન્દ્ર ઉપર કોઈપણ વ્યક્તિને મૂંઝવણ ન થાય અેવી વ્યવસ્થા કરાઈ છે. રસી લેવા અાવનારી વ્યક્તિઅે સાૈ પ્રથમ અોળખકાર્ડ બતાવીને રસીકરણ કેન્દ્ર ઉપરથી ટોકન મેળવવાનું હોય છે. ત્યારબાદ પ્રતિક્ષા ખંડ અથવા તો મેદાનમાં ઊભી કરાયેલી બેઠક વ્યવસ્થામાં પોતાનો નંબર અાવવાની રાહ જોવાની હોય છે.
નંબર અાવે અેટલે મેન્યુઅલી રજિસ્ટરમાં નોંધણી કરાવવાની હોય છે. ત્યારબાદ અોન લાઈન ડેટા અેન્ટ્રી કરાવવાની હોય છે, જેમાં કોમ્પ્યુટર અોપરેટર અોળખકાર્ડ અને વ્યક્તિગત માહિતી મેળવી અોન લાઈન રજિસ્ટ્રેશન કરે છે. અોન લાઈન રજિસ્ટ્રેશન થઈ જાય અેટલે તબીબી સ્ટાફ દ્વારા ઈન્જેકશન મારફતે રસી અપાય છે. રસી લઈ લીધા બાદ વિરામ ખંડમાં 30 મિનિટ સુધી બેસવાનું હોય છે. ત્યારબાદ ફરી મેન્યુઅલી રજિસ્ટરમાં નોંધણી કરનારાને ટોકન અાપવાનો હોય છે.
પરંતુ, અે દરમિયાન રસીનો પ્રથમ ડોઝ લીધાનો પ્રમાણપત્ર મેળવી લેવાનું હોય છે. અહીં ભુજ શહેરના વ્યાયામ શાળા સ્થિત શહેરી પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં સ્થળ મુલાકાત લઈને ફોટા પાડ્યા છે. જે નીચે મુજબ દર્શાવ્યા છે. સ્થળે ડો. વૈશાલીના માર્ગદર્શન હેઠળ તબીબી સ્ટાફ સેવા અાપતો હતો.
પ્રત્યેક કેન્દ્ર ઉપર દરરોજ 120ને અપાશે રસી
રસીકરણ અધિકારી ડો. સીજુઅે જણાવ્યું હતું કે, 108 સરકારી અને 15થી 20 ખાનગી રસીકરણ કેન્દ્રો ઉપર પ્રત્યેક કેન્દ્રઅે 120 વ્યક્તિને રસી અાપવાનો લક્ષ્યાંક અપાયો છે, જેથી અાખા જિલ્લાનો દરરોજના 14385 લોકોને રસી અાપવાનો લક્ષ્યાંક રખાયો છે.
પ્રથમ દિવસે કચ્છ જિલ્લામાં 14385ના લક્ષ્યાંક સામે 11432 લોકોઅે રસી લીધી હતી.ડોઝનો બગાડ ન થાય અેટલે ટોકન સિસ્ટમ કોરોના સામે રક્ષણ અાપતી રસીના 1 વાયલમાં 10 ડોઝ હોય છે. જેનો બગાડ ન થાય અેટલે ટોકન સિસ્ટમ રખાઈ છે, જેથી ખ્યાલ અાવે કે રસી લેનારા કેટલાક લોકો છે અને કેટલા વાયલ જોઈશે.
અાવતીકાલથી ગ્રામ્ય સ્તરે 400 પેટા કેન્દ્રો પર રસીકરણ
રસીકરણ અધિકારી ડો. સીજુઅે જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી ડો. ભવ્ય વર્માના માર્ગદર્શનથી કચ્છ જિલ્લામાં ગ્રામ્ય સ્તરે અાવતીકાલથી પ્રાથમિક શાળાઅોમાં અંદાજે 400 પેટા કેન્દ્ર ઊભા કરાશે. જે કેન્દ્ર ઉપર રસીકરણનું અાયોજન કરાયું છે. જે માટે સરપંચને વિશ્વાસમાં લઈને ગ્રામજનોને રસીકરણ માટે તૈયાર કરવા તલાટીને પણ સાથે રાખી કામગીરી કરવામાં અાવશે, જેથી રસી લેવા માટે અાનાકાની કરતા ગ્રામ્યજનોનો ભય દૂર કરી રસીકરણ માટે તૈયાર કરી શકાય. જે માટે સ્થાનિક આગેવાનો પણ આગળ આવે તેવો અનુરોધ કરાયો છે.
તાલુકા મુજબ રસીકરણનો દરરોજ અપાયેલો લક્ષ્યાંક
કચ્છ જિલ્લામાં દરરોજ 14385 લોકોને રસી અાપવાનો લક્ષ્યાંક રખાયો છે, જેમાં દસેદસ તાલુકા મુજબ જોઇએ તો અબડાસામાં 936, અંજારમાં 1940, ભચાઉમાં 1353, ભુજમાં 3128, ગાંધીધામમાં 1376, લખપતમાં 450, માંડવીમાં 1635, મુન્દ્રામાં 905, નખત્રાણામાં 1070, રાપરમાં 1592 વ્યક્તિને રસી આપવાની છે. કચ્છ જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરની 380355 વ્યક્તિ હોવાનો અંદાજ છે. જોકે એમાંથી 130912 વ્યક્તિને રસી અપાઇ ગઇ છે. કેમ કે, આ અગાઉ બીમાર વ્યક્તિઓને રસી આપવાનું શરૂ કરાયું હતું, ત્યારે એમા 1.20 લાખ ઉપરાંત વ્યક્તિઓનો સમાવેશ થઇ ગયો છે. હવે બીમાર ન હોય પરંતુ 45 વર્ષથી વધુ ઉંમર હોય એવી તમામ વ્યક્તિઓને સાંકળી લેવાની છે.
હજુ સુધી 1.30 લાખને રસી અપાઈ ચૂકી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢેકે જણાવ્યું હતું કે, કચ્છમાં અત્યાર સુધી અબડાસામાં 4939, અંજારમાં 15580, ભચાઉમાં 11565, ભુજમાં 37745, ગાંધીધામમાં 15776, લખપતમાં 2485, માંડવીમાં 14825, મુન્દ્રામાં 7431, નખત્રાણામાં 11039, રાપરમાં 9527 મળીને કુલ 130912 વ્યક્તિને રસી અપાઈ ગઈ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.