આત્મહત્યા:કોટડા (ચ) માં યુવતીએ એસીડ પીને જીવનનો અંત આણ્યો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વ્યારામાં કાળોતરો કરડી જતાં યુવાનનો જીવ ગયો

ભુજ તાલુકાના ચકાર કોટડા ગામે 26 વર્ષીય યુવતીનો એસીડ પીને આપઘાત તો, નખત્રાણા તાલુકાના વ્યારા ગામની વાડીમાં યુવાનને શાપ કરડી જતાં તેનું મોત નિપજ્યું હતું. કોટડા ચકાર ગામે રહેતી ભક્તિબેન કેશુભાઇ ધોળુ નામની યુવતીએ શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું. તેણીને સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં રાત્રીના સાડા બાર વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. બનાવ સંદર્ભે પધ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને આગળની તપાસ પીએસઆઇએ હાથ ધરી છે.

તો બીજી તરફ મુળ ડાંગ જિલ્લાના હાલ નખત્રાણા તાલુકાના વ્યારા ગામની વાડી વિસ્તારમાં રહેતા ગણેશભાઇ નામદેવ રાઠોડ (ઉ.વ.36) નામના યુવાનને શનિવારે વહેલી પરોઢ સાપ કરડી જતાં પ્રાથમિક સારવાર નખત્રાણા સીએચસીમાં અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.માં લઇ આવ્યા હતા. જ્યાં સવારે નવ વાગ્યાના અરસામાં હતભાગી યુવાને દમ તોડ્યો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...