તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ખારૂઆમાં જન ભાગીદારીથી જળ સંગ્રહ કામગીરી કરાશે

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામની આસપાસ 12 તળાવોના કુવા પુનર્જિવિત થશે

અબડાસા તાલુકાના ખારૂઆમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ગામની આસપાસ આવેલા 12 જેટલા તળાવો અને કુવાને પુન:જિવિત કરાશે.સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમો, જળાશયો, નહેરો તળાવોના પાળા વગેરે પુનઃજિવિત કરવા તેમજ સાફ સફાઇ કરવી, ખેત તલાવડી, માટીપાળા, ચેકવોલ, વન તળાવ, ટાંકી, સંપ, જળને અવરોધતા બાવળ, ઝાંડી ઝાંખરા દુર કરવા સહિતના કામો જન ભાગીદારથી કે સ્વતંત્ર રીતે સંસ્થા, ઉધોગગૃહો, ગ્રામજનો મારફતે કરાય છે.

ખારૂઆમાં સમસ્ત મહાજન મુંબઇ સંસ્થાએ તળાવની કામગીરી અાદરી છે. ગોચર વિકાસ, જલસભર તળાવ યોજના 100% જનભાગીદારીથી સાર્થક થશે. ગામની સીમમાં ગોચર જમીનમાં ગાંડા બાવળોનો નિકાલ, તળાવો ઊંડા કરવા, તળાવની આવમાં આવતા બાવળોનો નિકાલ કરીને આવને સુધારવામાં આવશે. ગામની સીમમાં આવેલા અન્ય તળાવો ગુમલી 1,2, સાભરાઈ, આશાપુરા 1,2, રાતાટેકરા, સૈયારા, બેલા 1,2,3, વાંકોલ જર 1,2, ખારી વગેરે તલાવડીની વાવ વગેરે સરખાં કરીને તળાવને પુન:જિવિત કરાશે.

કનકાવતી નદી તેમજ આજુબાજુના તમામ ચોરાઓની પણ સાફસફાઈ કરાશે. નવીન નાગડા, દેવાંગ ગઢવી, મહેન્દ્ર ગડા, નાના ભાડિયા, રાજેશ કોડાય, દેવચંદ ચિયાસર, સુધીર ચિયાસર, વિશાલ ગડા વગેરે સહયોગ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...