તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુપ્રેમ:ખડિરના અમરાપરમાં ખિસકોલી માનવીની થાળીમાં નિર્ભીક થઈ સહભોજન કરે છે

ખડિર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માનવી આદિ-અનાદિ કાળથી પ્રાણીઓ અને પક્ષીઓને પાલતુ બનાવીને પશુપ્રેમ મેળવતો રહ્યો છે પરંતુ સ્વભાવે ચંચળ, ચપળ અને ડરામણા એવા નાના પ્રાણીઓ નિસ્વાર્થ ભાવે મનુષ્યને પ્રેમ આપતા હોય તેવું ઓછું જોવા મળતું હોય છે.

મૂળ ગઢડાના અને ભચાઉ તાલુકાના અમરાપર ગામે છેલ્લા 20 વર્ષથી રહેતા ભીલ ડાહ્યા સતા સાથે એક ખિસકોલી નિયમિતપણે બપોરે ભોજન લેવામાં લેતી જોવા મળે છે અને તે પણ બિન્દાસ. સામાન્યપણે માનવીઓથી દૂર રહેતી ખિસકોલીની ડાહ્યાભાઈ સાથે એટલી આત્મીયતા કેળવાઈ છે કે જમતી વખતે કોઈપણ જાતના ભય વગર પોતાને સુરક્ષિત સમજીને પોતાના મિત્ર સંગાથે ભોજન લેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...