તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:કેરામાં દાબેલીવાળાએ ફોન પર ઓર્ડર લીધોને ખાતામાંથી 5,600 ઉપડી ગયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આર્મી કેન્ટીનનો ફોટા સાથેનો કાર્ડ મુક્યો જેથી વિશ્વાસ બેઠો. - Divya Bhaskar
આર્મી કેન્ટીનનો ફોટા સાથેનો કાર્ડ મુક્યો જેથી વિશ્વાસ બેઠો.

કેરાના ગજોડ રોડ પર શિવાંશ દાબેલી એન્ડ ફાસ્ટફુડ નામે વેપાર કરતા યુવક સાથે ફોન પર બે હજારના નાસ્તાનો ઓર્ડર આપી ઇન્ડિયન આર્મીના નામથી અજાણ્યા શખ્સે એટીએમ કાર્ડનો ફોટો મંગાવી વેપારીના બેન્કના ખાતમાંથી રૂપિયા 5,600ની રકમ ઉપાડી લેતા વેપારી હેબતાઇ ગયો હતો. ઘટનાને પગલે નાના ગામમાં ચકચાર મચી ગઇ હતી.

કેરા ગામે ગજોડ રોડ પર ફાસ્ટફુડનો વ્યવસાય કરતા દિપેશભાઇએ ઘટના દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રવિવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં તેમના મોબાઇલ ફોન પર એક હિન્દીભાષા અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, તેણે જણાવ્યું હતું કે, મૈ ઇન્ડિયન આર્મી સે સંદીપ રાવત બોલ રહા હું હમને આપકે ગાવ સે પાંચ કિલો મીટર દૂર હમારા કેમ્પ લગા રહે હૈ. હમકો 20 લોગો કે લીએ નાસ્તા ચાહીયે આપ ઓર્ડર બુક કરલો આપકો પેમેન્ટ મૈ ભેજ રહા હું, તેમ કહીને 25 ભેળ, 15 દાબેલી, 15 વડા પાંઉ, 10 પ્લેટ રગડો, અને 20 નં પાણીની બાટલ સહિત અંદાજે બે હજાર રૂપિયાના ઓર્ડરનું બુકિંગ મળતાં આવું સાંભળતાની સાથે જ એક ખુશી સાથે મે તેમની સાથે વીડિયો કોલમાં વાત પણ કરી અને સલામી સાથે જય હિન્દ પણ બોલ્યો અને એક વિશ્વાસ સાથે મે તેમનો બધો નાસ્તો પાર્સલ કરી લીધો. બાદમાં પછી કોલ કરી ને કહ્યું કે તમારું પાર્સલ રેડી છે. તેમે આવીને લઈ જાઓ તેમણે કહ્યું કે 2 મિનિટમાં ગાડી આવી ને પાર્સલ લઈ જશે. દરમિયાન આર્મીમેનનો ફરી ફોન આવ્યો અને જણાવ્યું કે, એક પ્રોબ્લેમ છે કે આર્મીનો કાર્ઢ હોવાથી એટીએમ મશીનમાંથી પૈસા નથી ઉપડતા તેમ કહી તમે તમારા એટીએમ કાર્ડનો ફોટો મૂકો એટલે તમારા પૈસા બેન્ક ટુ બેન્ક ખાતામાં ટ્રાન્ફર કરી દઉ જેથી વિશ્વાસ સાથે ઓર્ડરની ખુશીમાં મે મારા એટીએમ કાર્ડનો ફોટો મૂક્યો અને થોડીજ વારમાં જાણે કોઈ કે, પથ્થરનો ઘા માર્યો હોય તેવા અનુભવ સાથે જ મારા મોબાઇલ પર એસએમએસનો વરસાદ થયો અને લગભગ એક મિનિટમાં જ મારા બેંક એકાઉન્ટમાંથી અંદાજે 5,600 રૂપિયા ઉપાડી ગયા. જેથી ઓર્ડરનું બુકિંગ કરાવનારના મોબાઇલ ફોન પર સંપર્ક કર્યો તો, સ્વીચ ઓફ આવતાં છેપરાઇ ગયાનો અહેસાસ થયો આવા લેભાગુઓ દ્વારા ઓર્ડરના નામે થતી છેપરપીંડી તમામ દુકાનદારો ચેતે અને વિશ્વાસ ન કરે માટે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.

આર્મી કેન્ટીનનો ફોટા સાથેનો કાર્ડ મુક્યો જેથી વિશ્વાસ બેઠો
ઓર્ડર નોંધાવનાર આર્મી મેને વોટસએપ પર વિડીયો કોલોલીંગ કરીને પોતાનો આર્મી કેન્ટીનનો કાર્ડ અને એસબીઆઇ કાર્ડના એટીએમ કાર્ડો ફોટો મુક્યો જેથી તેના પર વિશ્વાસ બેઠો અને ઓર્ડર લઇ મારો એટીએમ કાર્ડનો ફોટો મુક્યો હતો.

નહીંતર તમામ રૂપિયા ઉપડી જાત
એટલું સારૂ થયું કે મે જે એટીએમ કાર્ડ મોકલ્યો હતો. તેમજ વધારે રૂપિયા ન હતા. જેમાં વધારે રકમ હતી તે બેન્ક ખાતાનો એટીએમ કાર્ડનો ફોટો ન મુક્યો નહીંતર ખાતામાંથી વધુ રકમ ઉપડી ગઇ હોત.

અન્ય સમાચારો પણ છે...