તસ્કરી:હાજાપરમાં રસકસની દુકાનમાંથી 50 હજારની રોકડ તસ્કરો તફડાવી ગયા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગામનો જ જાણભેદુ હોવાથી ફરિયાદ પોલીસ ચોપડે ન ચડી
  • પિતા ઘરે ગયા, પુત્રએ શટર બંધ કરી દુકાનના બીજા દરવાજાને કળીને કડી મારી પણ...

દિવસ હોય કે રાત તસ્કરો મોકો જોઇને ચોરીને અંજામ આપતા હોય છે. પણ કેટલાક બનાવો યેનકેન પ્રકારે પોલીસ સુધી પહોંચતા નથી આવો જ એક ચોરીનો બનાવ ભુજ તાલુકાના હાજાપર ગામે બન્યો હતો. જેમાં કરીયાણાની દુકાનમાંથી કોઇ અજાણ્યો શખ્સ અંદાજીત 45થી 50 હજાર રોકડાની ચોરી કરી જતાં નાના એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી.માહિતગાર સુત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. હાજાપર ગામે મકાનમાં જ આવેલી રસકસની દુકાનમાં વેપારી ઘરે જમવા ગયા હતા અને તેનો પુત્ર બેઠો હતો.

દરમિયાન વેપારી દુકાન પર પરત આવી રહ્યા હોવાનું જાણીને પુત્રએ દુકાનનું બહારથી શટર બંધ કર્યું અને મકાનમાં જ દુકાનના અન્ય દરવાજાને બહારથી કડી મારી ઘરમાં જતો રહ્યો હતો. વેપારી દુકાનને આવ્યા ત્યારે દુકાનમાં પડેલા અંદાજીત 45થી 50 હજાર ચોરાઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું.

બનાવને પગલે ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરંત કોઇ જાણભેદુ હોવાથી કે વેપારીને ચોરી કરનાર વ્યક્તિ કોણ છે. તે સહિતની ભનક લાગી ગઇ હોય તેમ આ ચોરી અંગે પોલીસ ફરિયાદ ન નોંધાવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાજાપર બીટ જમાદાર મહેન્દ્રસિંહ જાડેજાને આ અંગે પુછતાં બનાવનું સમર્થન આપ્યું હતું. પણ કોઇ ફરિયાદ કરવા આવ્યું ન હોવાનું જણાવ્યું હતું.

દુકાનનો દરવાજો અંદરથી પણ બંધ હતો
પિતા ઘરેથી દુકાને આવી રહ્યા છે તેવું જાણી પુત્રએ દુકાનના ઘરમાં પડતા અન્ય દરવાજાને બહારથી કળી મારી હતી. તપાસ દરમિયાન દુકાનનો દરવાજો અંદરથી પણ બંધ જોવા મળ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચોરી કરનાર શખ્સ વેપારીની દરેક વસ્તુથી જાણકાર હોવાનું અને તે કારણોસર પોલીસ ફરિયાદ ન થઇ હોવાની શક્યતા સુત્રોએ દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...