સારવાર:જીકેમાં 1 વર્ષમાં 4 હજાર દર્દીએ કરોડરજ્જૂ અને મણકાની સારવાર લીધી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વમાં દર 4 વ્યક્તિએ એકને મણકા-કરોડરજ્જૂની બીમારી સતાવે છે

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા ભારતની એસો. ઓફ સ્પાઇન સર્જન્સ ઓફ ઈન્ડિયા સાથે મણકાની વિવિધ તકલીફો જેવી કે, ગરદન, કમરના મણકા, અકસ્માત દરમિયાન થતી ઇજા, ઉમરને લીધે મણકાનો ઘસારો, સાઇટીકા, મણકાની જન્મજાત ખોડખાંપણ, મણકા કરોડરજ્જૂની ગાંઠની સારવાર માટે હોસ્પિટલના સર્જન નિષ્ણાંતોને માર્ગદર્શન મળી રહે તે માટે એમ.ઑ.યુ. થયા હોવાથી તેમના માર્ગદર્શન નીચે જરૂર જણાય ત્યારે સારવાર શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.

દેશભરમાં 16મી ઓકટોબરના ઉજવાતા વિશ્વ સ્પાઇન(મણકા) ડે નિમિત્તે જી.કે.ના હાડકાં વિભાગના મણકા- કરોડરજ્જૂ નિષ્ણાંત ડો. ઋષિ સોલંકીએ અને ડો. કેલ્વીન સુરેજાએ કહ્યું કે, જી.કે. દેશભરમાં એકમાત્ર અને સૌ પ્રથમ એવી હોસ્પિટલ છે કે જેનું આ સંગઠન સાથે એમ.ઑ.યુ. કરાર થતાં જોડાણ થયું છે. પરિણામે વિખ્યાત સ્પાઇન સર્જન્સની જટિલ કેસોમાં સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. બંને તબીબોએ જણાવ્યુ હતું કે, શરીરમાં કરોડરજ્જૂ અને મણકાનું મહત્વનુ સ્થાન છે. જી.કે.માં તેની વિવિધ સ્તરે સારવાર અને શસ્ત્રક્રિયા નિયમિત રીતે કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં અંદાજે ચાર હજાર જેટલા દર્દીઓએ કરોડરજ્જૂ અને મણકાની સારવાર લીધી છે. એક સર્વે મુજબ વિશ્વમાં એક કરોડ લોકો આ તકલીફથી પીડાય છે. ૪ વ્યક્તિએ ૧ને નાની મોટી કમર, મણકા, ગાદી અને કરોડરજજુની બીમારી હોય છે. વર્તમાન યુગમાં બેઠાડું જીવનથી અને કસરતના અભાવે નાની ઉમરમાં જ કમરનો દૂ;ખાવો થાય છે. જો નિયમિત ૩-૪ કિલોમીટર ચાલવાની કસરત કરાય તો નોંધપાત્ર પરિણામ મળે છે. ઉપરાંત મેદસ્વિતા, ગેસ થાય તેવો ખોરાક અને ઝંકફૂડ આહારે તેમાં વિશેષ વધારો કર્યો છે.

મણકાની સારવાર માટે વિશેષ ઓપીડી
જનરલ હોસ્પિટલના હાડકાં વિભાગ દ્વારા મણકા અને કરોડરજ્જુના નિષ્ણાંતો મારફતે દર મંગળવારે અને શુક્રવારે ઓપીડીમાં મણકાની સંભાળ (સ્પાઇન કેર) અંગે ખાસ સારવાર આપવામાં આવે છે. મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડધારકોને નિ;શુલ્ક સારવાર આપવામાં આવે છે તેમ સંચાલકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...