ચોરી:ગઢશીશામાં ચાર કલાકમાં જ બંધ ઘરમાંથી 68 હજારની માલમત્તા ચોરાઇ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મકાન માલિક પરિવાર રાત્રે 10થી 1 વચ્ચે ગરબી જોવા ગયો ને નિશાચરોએ હાથ માર્યો
  • ચોરી રોકડ રૂપિયા 8,500, તેમજ 60 હજારના સોનાના દાગીના સહિતનો માલ ઉઠાવી ગયા

પશ્ચિમ કચ્છમાં ચોરી ચપાટીના બનાવો રોજે રોજ બહાર આવી રહ્યા છે. ત્યારે હાલ નવરાત્રીનો રંગ જામ્યો છે. ત્યારે નિશાચરો બંધ ઘરની રેકી કરીને ચોરીને અંજામ આપી રહયા છે. માંડવી તાલુકાના ગઢશીશા ગામે પરિવાર રાત્રે ગરબી જોવા ગયોને ચાર કલાકમાં જ તસ્કરોએ મકાનના તાળા તોડીને રોકડ રૂપિયા 8,500 તથા 60 હજારના સોનાના દાગીના સહિત 68,500ના મુદામાલની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ગઢશીશા ગામે ઉમિયાનગર શેરી નંબર-1માં રહેતા કિશોરભાઇ શિવદાસભાઇ રંગાણી (પટેલ) ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપી હતી કે, ચોરીનો બનાવ મંગળવારે રાત્રીના 10 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદી દંપતિ અને તેમની પુત્રવધુ તથા બાળકો સહિતનો પરિવાર ગામમાં ગરબી જોવા ગયા હતા. બાદમાં રાત્રે એક વાગ્યે ઘરે આવીને ફરિયાદી દંપતિ નીચેના ઘરમાં સુવા ચાલ્યા ગયા હતા.

અને ફરિયાદીના પુત્રવધુ બાળકો સાથે ઉપરના માળે આવેલા રૂમમાં સુવા જતાં ઉપરના રૂમનું તોળું તૂટેલું જોવા મળ્યું હતું. કોઇ અજાણ્યા શખ્સોએ રૂમના દરવાજોનું લોક તોડી અંદરના કબાટનો નકુચો તોડીને અંદરથી રોકડ રૂપિયા 8,500 તેમજ સોનાની વીંટી નંગ 5 કિંમત રૂપિયા 25 હજાર, તથા સોનાની ચેઇન તથા પેન્ડલ કિંમત રૂપિયા 25 હજાર તથા 10 હજારની કાનની બુટી નંગ બે મળીને કુલ રૂપિયા 68,500ના મુદામાલની ચોરી કરી ગયા હતા. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આરોપીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...