તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગાંધીનગરમાં ભાજપના નેતાઓ ટિકિટ ફાળવણી મુદ્દે બાખડ્યા, પાર્લામેન્ટરી બોર્ડમાં સૌથી છેલ્લે કચ્છ જિલ્લો હાથ ઉપર લેવાયો

ભુજ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અાજે સાંજે 4 વાગે ઉમેદવારની સત્તાવાર યાદી બહાર પડે અેવી વકી

ગાંધીનગરમાં ભાજપે બુધવારે રાજ્યની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાવેદારોમાંથી ઉમેદવારોની અાખરી પેનલ બનાવવા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નેતાઅોને બોલાવ્યા હતા, જેમાં કચ્છ જિલ્લો સાૈથી છેલ્લે હાથ ઉપર લેવાયો હતો. જે દરમિયાન કચ્છના સ્થાનિક નેતાઅો અાખરી પેનલના નામો નક્કી કરવામાં બાખડ્યાના હેવાલ છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કચ્છમાંથી કચ્છ જિલ્લા ભાજપના હોદેદારો ઉપરાંત, ધારાસભ્યો, સાંસદ, નિરીક્ષકો, મંડલના હોદેદારોને બોલાવાયા હતા, જેમાંથી સેન્સ પ્રક્રિયા કરનારા નિરીક્ષકોને દાવેદારોના નામો જણાવીને કહેવાયું હતું કે, અાટલા નામોની ચર્ચા થઈ છે. જેની ખરાઈ કર્યા બાદ અેમને બહાર મોકલી દેવાયા. પરંતુ, છેલ્લે ભુજ નગરપાલિકાની અાખરી પેનલ તૈયાર કરતી વખતે જિલ્લા સ્તરના અાગેવાનોમાં ઉમેદવારોના નામો મુદ્દે મતમતાંતર સર્જાયા હતા, જેથી પ્રદેશ કક્ષાઅે પણ ત્વરાઅે નિર્ણય લઈ શકાયો નથી. જોકે, પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નગરપાલિકાની પેટા ચૂંટણી લડનારામાંથી અેકાદનું નામ કપાઈ ગયું છે. અેના બદલે ભુજ નગરપાલિકાના માજી પ્રમુખના ભાઈને ટિકિટ ફાળવી દેવાઈ છે.

કચ્છમાંથી નિરીક્ષકો દિલીપજી ઠાકોર, પ્રદીપસિંહ વાઘેલા, ડો. તેજશ્રી પટેલ ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, ધારાસભ્યોમાં ડો. નિમા અાચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, કાૈશલ્યા માધાપરિયા, ઘનશ્યામ અાર. ઠક્કર, અશોક હાથી, હરીશ ભંડેરી સહિતના અાગેવાનોઅે ડેરા તંબૂ બાંધ્યા હતા.

કોંગ્રેસ અંજારમાં અાજે ફોર્મ ભરાવશે
જિલ્લા કોંગ્રેસ પ્રવકતા દિપક ડાંગરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અંજારમાં ગુરુવારે ઉમેદવારોના ફોર્મ ભરવાની વિધિ હાથ ધરવામાં અાવશે. જોકે, અેમણે ઉમેદવારોના નામો બાબતે માહિતી અાપી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો