મારામારી:ગાંધીધામના સુંદરપુરીમાં પાડોશીઓ વચ્ચે મારામારી થતા 4 લોકો ઈજાગ્રસ્ત, 6 લોકો સામે ફરિયાદ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે મારામારીનો ગુનો નોંધાયો

પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે બે પાડોશીઓ કોઈ વાતને લઈ મારામારી પર ઉતરી આવતા બન્ને પક્ષે કુલ ચાર લોકો ઇજગ્રસ્ત થયા હતા. પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે એકમેકના 6 સભ્યો વિરુદ્ધ મારમારીની કલમો તળે ફરિયાદ નોંધી હતી.

શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેતા ઇમરાનખાન ઇકબાલખાન પઠાણે ગત સાંજે 5 વાગ્યે ઘરે હતા ત્યારે ઘરની બહાર રાડારાડીનો અવાજ આવતા તેઓ બહાર આવી જોતા પાડોશમાં રહેતા દિનેશભાઈ દેવીપૂજક અને તેના પત્ની લીલાબેન માતા ઝાયદાબેન ઉર્ફે ઝરીનાબેન તથા ભાઈ સલમાન સાથે બોલાચાલી કરી રહ્યા હતા ત્યારે દિનેશ સલમાનને ધકબુશટનો માર મારી રહ્યો હતો. જ્યારે દિનેશના પિતા ડાયાભાઇએ પણ ત્યાં આવીને ઇમરાનને લાકડાનો ધોકો માથામાં ફટકારી ઇજાગ્રસ્ત કર્યો હતો. તો સલમાનને હાથમાં ધોકો મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

સામે પક્ષે દિનેશ દેવીપૂજકે ઝરીનાબેન , સલમાન અને ઇમરાનખાન વિરુદ્ધ લોખંડના પાઇપ વડે પત્ની લીલાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...