સેવાકાર્ય:ગાંધીધામમાં સિટી ટ્રાફિક પોલીસ અને મારવાડી ગ્રુપે જરુરિયાતમંદ ગરીબ લોકોમાં ધાબળાનું વિતરણ કર્યું

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રમ વસાહતોની રૂબરૂ મુલાકાત લઈ ધાબળા વિતરણ કરવામાં આવ્યું

સમગ્ર જિલ્લામાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે , ઠંડીને લઈ શ્રમ વિસ્તારમાં રહેતા લોકોની હાલત દયનિય જોવા મળતી હોય છે. તેથી અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા શ્રમ એરિયામાં રહેતા લોકોને ઠંડીથી રક્ષણ આપવા હેતુ ગરમ ધબળાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પૂર્વ કચ્છના ગાંધીધામ શહેર ખાતે પણ ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ અને મારવાડી સમાજ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સિટી ટ્રાફિક પોલીસે ગાંધીધામ મારવાડી ગ્રુપની સાથે શ્રમિક વસાહતોની રૂબરૂ મુલાકાત લઇ ગાંધીધામના અનેક વિસ્તારોમાં જરુરિયાતમંદ લોકોને ધાબળા ઓઢાડ્યા હતા . ધાબળાનું વિતરણ કરતા પીએસઆઇ કે. આર. જટીયા , એ.એસ.આઇ હેમરાજ સોનવાણે, યુ.એચ.સી માલદે વાડા, પી.સી સુનિલભાઈ, તથા ટીઆરબી જવાન અને મારવાડી યુવા ગ્રુપના મેમ્બરોએ ખુલ્લા ઝૂંપડામાં રહેતા મજૂરોની દયનીય હોવાની લાગણી દર્શાવી તેમના માટે ધાબળા આશીર્વાદ રૂપ સાબિત થવાનું જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...