તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર વિરોધ:કચ્છના ગાંધીધામ અને ભુજમાં આંશિક બંધ લંબાવાતા વેપારીઓમાં રોષ, ભૂજ વોકર્સ મંડળના સભ્યોએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારમાં છૂટછાટ આપવાની માગ સાથે 10 સભ્યોએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો

કચ્છમાં કોરોના કહેરના પગલે ગુજરાતના 36 શહેરોમાં ગાંધીધામ અને ભુજમાં પણ બજારો બંધ રાખવા રાજ્ય સરકારના નિર્ણયની અમલવારી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરી ધંધા રોજગાર બંધ રાખવાની તારીખ લંબાવવામાં આવી છે. અને કલેકટર કચેરી દ્વારા આ માટે ગઈ કાલે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તેના પ્રત્યે બંને શહેરના વ્યાપારીઓમાં કચવાટની લાગણી ફેલાઇ છે. ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને ફરી એક વખત બજારો બંધ રાખવાના નિર્ણયમાં ફેર વિચાર કરવા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ગાંધીધામના વ્યાપારીઓને પડતી આર્થિક સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચેમ્બર્સના પ્રમુખ રાજુભાઇ ચંદનાનીએ જણાવ્યું હતું કે બંધમાં સરકારશ્રી દ્વારા આંશિક છૂટ આપવામાં આવે એ માટે અમે પત્ર દ્વારા ધ્યાન ખેંચ્યું છે.

બીજી તરફ આજે ભુજમા શેરી ફેરી મંડળના ધંધાર્થીઓ દ્વારા મુંડન કરાવી, નવતર પ્રયાસ દ્વારા બંધનો વિરોધ દર્શાવ્યો હતો. શેરી ફેરિયા સંગઠનના સંયોજક મોહમદભાઈ લાખાએ કહ્યું હતું કે ભુજમાં જે રીતે રેસ્ટોરન્ટમાં પાર્સલ દ્વારા વ્યાપાર થઈ રહ્યો છે. તે રીતે શેરી ફેરી માં 50 ટકા ખાણીપીણી વાળા ધંધાર્થીઓ છે. તેમને તંત્ર દ્વારા પાર્સલ પદ્ધતિ સાથે વેપાર કરવાની છૂટ આપવામાં આવે, અન્યથા આ ધંધાર્થીઓ ભૂખે મરી જશે. અમારી માંગણીઓ પર સરકારનું ધ્યાન દોરવા સંઘઠનના 8 થી 10 લોકોએ અલગ અલગ ગામમાં જઇ ગુપ્ત રીતે મુંડન કરાવ્યા છે.

ભુજના અનમ રિંગરોડ પર પણ અન્ય વેપારીઓ આ બંધમાં તંત્ર દ્વારા આંશિક છૂટ આપવા ફરી રજુઆત કરવા માટે વેપારીઓ એકત્ર થઇ રહ્યાનું અનિલભાઈ ડાભીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...