તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:માત્ર ગાંધીધામમાં જ 45થી ઉપરનાને રસી અપાઇ, જિલ્લાના અન્ય કેન્દ્રો બંધ

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વેક્સિનનો જથ્થો ખલાસ થતાં અનેકને પડ્યા ફોગટના ફેરા
 • પૂરતી રસી આવી જતાં આજે 12 હજાર લોકોને ડોઝ અપાશે

કચ્છમાં સતત બીજા દિવસે વેક્સિનના અપૂરતા જથ્થાને કારણે અનેક લોકોને કેન્દ્ર પરથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. એકમાત્ર ગાંધીધામના કેન્દ્ર પર 45 કે તેથી વધુની વયના લોકોને રસી મુકાઇ હતી. બીજી બાજુ યુવા વર્ગમાં 1825 લોકોને વેક્સિનનો ડોઝ અપાયો હતો. બે દિવસ અનુભવાયેલી રસીની તંગી દૂર થતાં આજે બુધવારે 12 હજારને ડોઝ આપવામાં આવશે. ઉચ્ચ કક્ષાએથી સોમવારથી વેક્સિન આપવાનું બંધ કરાયું હોય તેમ બે દિવસ સુધી 45 કે તેથી વધુની વયનાને નહિવત કહી શકાય તેટલા પ્રમાણમાં રસી મુકાઇ હતી.

મંગળવારે એકમાત્ર ગાંધીધામમાં બાકી પડેલા જથ્થામાંથી 219 લાભાર્થીને વેક્સિનન મુકાઇ હતી જ્યારે બાકીના જિલ્લામાં તમામ કેન્દ્રો પર રસી નથી તેવો જવાબ મળતાં અનેક લોકોને ફોગટનો ફેરો થયો હતો. 18થી 44ના વય જૂથ માટે શરૂ કરાયેલ ઝૂંબેશ અંતર્ગત તમામ તાલુકાના મળીને 1825 યુવા-યુવતીઓએ કોવિડ સામે રક્ષણ રૂપી રસી મુકાવી હતી. વેક્સિનની તંગી વિશે ડો. પ્રેમકુમાર કન્નરનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે, મંગળવારે સાંજે પૂરતો જથ્થો આવી ગયો છે અને આજે બુધવારથી તમામ કેન્દ્રો પર પહેલાની જેમ રસી મુકવામાં આવશે.

હવે કોઇ અછત નથી અને 12 હજાર જેટલા લોકોને એક દિવસમાં રસીકરણ તળે આવરી લેવાશે. ઉલ્લેખનીય છે કે, બીજા ડોઝનો દોર શરૂ થઇ ગયો છે ત્યારે નિશ્ચિત સમયમાં જો કોઇ લાભાર્થીને રસી નહીં મળે તો પહેલા ડોઝની અસર એળે જશે તેવી ભીતિ કેટલાક જાગૃત લોકોએ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો