ભુજ નગરપાલિકાની બેદરકારી:ત્રિમૂર્તિ મંદિરની સામે ભયજનક ગટરની ચેમ્બરને બદલે બીજે જ ઢાંકણા લગાડ્યા

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીહરિ પાર્કના રહેવાસીઓની ફરિયાદ છતાં ગંભીરતાથી ન લેવાયું
  • ​​​​​​​મરંમત ન થાય તો બાળકો પડી જાય એવી લોકોને ભીતિ

શહેરના ત્રિમૂર્તિ મંદિરની સામે ખુલ્લી ગટરમાં શિવરાત્રિની અાગલી સોમવારની રાત્રે વાછરડું પડી ગયું હતું. બીજે દિવસે મંગળવારે લોકોઅે બહાર કાઢ્યું હતું. જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં છપાયા બાદ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચના કર્મચારીઅે ભયજનક ખુલ્લી ગટરની મરંમત કરી ઢાંકણું લગાડવાને બદલે બીજી ખુલ્લી બે-ત્રણ ચેમ્બર્સ ઉપર ઢાંકણા લગાડી સંતોષ માન્યો હતો !

શ્રીહરિ પાર્કના રહેવાસીઅોઅે રોષ ઠાલવત જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકામાં 25 ફૂટ ઊંડી ખુલ્લી ગટરની મરંમત અને ઢાંકણું લગાડવા રજુઅાત કરી હતી. પરંતુ, કોઈ ઉકેલ અાવ્યો ન હતો. શિવરાત્રિના અાગલા દિવસે નાનું વાછરડું પડી ગયું હતું. જે ઉપર બીજા દિવસે મંગળવારે લોકોનું ધ્યાન જતાં રેલવેના કર્મચારીની મદદથી બેભાન અવસ્થામાં બહાર કઢાયું હતું. જે બાદ ભુજ નગરપાલિકાના કર્મચારીઅો અાવ્યા હતા અને બીજી બે-ત્રણ ખુલ્લી ગટરની ચેમ્બર ઉપર ઢાંકણા લગાડી દીધા હતા.

જેથી ભયજનક ખુલ્લી ગટરની ચેમ્બરની મરંમત અને તેના ઉપર ઢાંકણાની વાત કરતા અે અમારું કામ નથી અેવું કહી ચાલતી પકડી હતી. છેવટે ઈજનેર અરવિંદસિંહ જાડેજાના કાને વાત પડતા તેમણે ફરી કર્મચારીને મોકલી મરંમત અને ઢાંકણું લગાડવા મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...