વિરોધ દૂર કરવાની કોશિશ:સામે પાર સિંધમાં હવે ચીને સામાજિક સેવા શરૂ કરી !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાપાયે ઉદ્યોગોમાં રોકાણ બાદ હવે સ્થાનિક લોકોનો વિરોધ દૂર કરવાની કોશિશ
  • ખાસ કરીને શાળાઅોમાં બાળકોને સહાય કરી પાકિસ્તાન-ચીનના દોસ્તીના ગુણગાન શરૂ કરાયા : ચીની અેનજીઅોની ભેદી હીલચાલ

કચ્છની સામેપાર પાકિસ્તાના સિંધમાં ચીન દ્વારા મોટાપાયે રોકાણ કરવામાં અાવ્યું છે. પાકિસ્તાને કચ્છ બોર્ડરની લગોલગ ચીની કંપનીઅોને અાૈદ્યોગિક અેકમો માટે જમીનો અાપી છે. જે અેક રીતે ભારત અને કચ્છની સુરક્ષા સામે પણ ખતરો છે. જોકે સિંધમાં હવે ચીની કંપનીઅોઅે અને અેનજીઅોઅે રોકાણની સાથે સામાજિક સેવાના નામે ત્યાંના સ્થાનિક લોકોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ શરૂ કરી છે. ચીની અેનજીઅો સિંધ અને કચ્છની લગોલગ અાવેલા થરપારકર જિલ્લામાં શાળાઅોમાં બાળકોને પણ શૈક્ષણિક કીટ સહિતની સામગ્રી અાપી રહી છે !

તાજેતરના વર્ષોમાં અેક બાજુ પાકિસ્તાનમાં સત્તાપરિવર્તન થયું છે. તો બીજીબાજુ બલુચિસ્તાન અને સિંઘમાં થોડા સમયથી ચીની કંપનીઅોનો વિરોધ શરૂ થયો છે. અબર સાગરમાં ગ્વાદર બંદર પાકિસ્તાને ચીનને લીઝ પર અાપી દીધું છે. ત્યાં પણ ચીનોનો વિરોધ શરૂ થયો છે. સિંઘમાં પણ ચીને પાવર પ્લાન્ટ, માર્ગ નિર્માણ અને ખાણના ઉદ્યોગમાં રોકાણ કર્યું છે. કરાચીમાં પણ કેટલાક ટાપુઅો ચીનને સોંપવાની હીલચાલ છે. જોકે સિંઘમાં ચીની કંપનીઅોનો વિરોધ પણ છે.

તે બધાની વચ્ચે હવે ચીની અેનજીઅો સેવા કાર્યો કરીને સિંઘના લોકોની નજીક અાવવાની કોશિશ શરૂ કરી છે. તાજેતરમાં કચ્છને અડીને અાવેલા થરપારકર જિલ્લાની શાળાઅોમાં ચીની સંસ્થાની સહાયથી શૈક્ષણિક સાધનોનું બાળકોને વિતરણ કરવામાં અાવ્યું છે. હજારો બાળકોને સહાય કરાઇ રહી છે.

ચીની સંસ્થાઅો સાથે મળીને થરપારકરની 56 સરકારી શાળાઓમાં 3000 પાંડા પેક” સ્કૂલબેગનું વિતરણ કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારના બાળકોને લાભ મળે તે માટે સ્ટેશનરી ઉપરાંત લંચ બોક્સ, ભૂમિતિ બોક્સ અને કસરત માટેના પ્રાયોગિક પુસ્તકો પાંડા બેગમાં આપવામાં આવ્યા છે. વળી ચોંકાવનારી વાત અે છે કે અા વિતરણ કાર્યમાં શાળાના બાળકોની હાજરીમાં પાકિસ્તાના અધિકારીઅો ચીનના ગુણગાન ગાય છે. તાજેતરના અેક કાર્યક્રમાં અેક અધિકારીઅે કહ્યું હતું કે જરૂરિયાતના સમયે પાકિસ્તાનની મદદ કરવામાં ચીન હંમેશા આગળ રહે છે. પાકિસ્તાન અામ તો સહાય પર નભે છે. પરંતુ અહીં સહાય બાદ પાકિસ્તાની સત્તાધીશો ચીના ગુણગાન ગાઇ રહ્યા છે.

કચ્છ બોર્ડરની લગોલગ પાકિસ્તાનમાં ચીને માર્ગ બાંધ્યા છે
વિવિધ અોદ્યોગિક અેકમોમાં રોકાણની સાથે ચીન પાકિસ્તાનના માળખાગત સુવિધાઅોમાં પણ રોકાણ કરી રહ્યું છે. કચ્છની સામેપાર સિંધના બોર્ડર વિસ્તારોમાં વિકાસ ન બરાબર છે. ગરીબી પણ વ્યાપક છે. તેથી અહીં ચીન મોટાપાયે રોકારણ કરી રહ્યું છે. કચ્છ સરહદની બીલકુલ નજીક ચીન પાકિસ્તાને પાકા રસ્તા બનાવી અાપે છે. જે અેક રીતે ભારત માટે ભવિષ્યમાં ખતરો સાબિત થઇ શકે છે.

સિંધમાં હજુ પણ ભારત પ્રત્યે પ્રેમ
પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં ભારતનો વિરોધ સામાન્ય છે. પરંતુ સિંધ પ્રાંત તેમાથી બાકાત છે. અહીં અાજે પણ મોટી સંખ્યામાં લોકોને ભારત પ્રત્યે પ્રેમ છે. તેનુ અેક કારણ અહીં અલગતાવાદ છે. અાજે પણ અહીં જીઅેસિંધ મુવમેન્ટ તળે અલગ સિંધુ દેશની માગણીઅો થતી રહેતી હોય છે. વર્ષ 1971ના યુદ્ધમાં પણ અહીં ભારતીય લશ્કરને સિંધના લોકોઅે મદદ કરી હતી. તેથી જ અા વિસ્તારમાં ચીની ગતિવિધી ચિંતા ઉપજાવે છે.

અન્ય સમાચારો પણ છે...