તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ નગરપાલિકાઅે હિલગાર્ડન સામે પોલીટેકનીકલ કોલેજની બાજુમાં 50 લાખ લીટરની ક્ષમતાનો પાણીનો સમ્પ બનાવવા જમીનની માંગણી કરી હતી. જે મંજુર થઈ ગઈ અને રકમ પણ ભરાઈ ગઈ છે, જેથી અાજે રવિવારે ભૂમિપૂજન રખાયું છે અને અઢી ત્રણ માસમાં સમ્પ બની જશે.ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સવારે 11 વાગે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અચાર્યના હસ્તે ભૂમિપૂજન રખાયું છે, જેમાં ચૂંટાયેલા તમામ નગરસેવકો હાજરી અાપશે. ભુજની પાણી સમસ્યા ઉકેલવા સતત મથતા કારોબારી ચેરમેન જગત વ્યાસે વિશેષ માહિતી અાપતા જણાવ્યું હતું કે, નવી રાવલવાડી રિલોકેશન સાઈટની મોટાભાગની વસાહતોને અાવરી લેવાશે.
કયા વિસ્તારોને મળશે પાણી
સહયોગ નગર, ઉમાનગર, કાળીતાસ, લાભ શુભ સોસાયટી, રોટરી નગર, નરસિંહ મહેતાનગર, રઘુવંશીનગર, વ્યાયામ શાળા વિસ્તાર અાસપાસનો કોલોની વિસ્તાર, કૈલાશનગર, શ્યામજી કૃષ્ણ વર્મા હાઈટ્સ, સંસ્કાર નગર ઉપરાંત જૂની રાવલવાડી વિસ્તારની વસાહતોને પણ અાવરી લેવાશે.
આવતા ઉનાળા સુધી પ્રશ્ન ઉકેલાઈ જશે
હજુ મુન્દ્રા રિલોકેશન સાઈટની વસાહતોને નર્મદાના પાણી પહોંચતા કરવા ચંગલેશ્વર પાસે સમ્પ બનશે. અે સિવાય અન્ય અેક સમ્પ પણ બનાવવાનું અાયોજન છે. અામ, અાવતા ઉનાળા સુધી પાણીની સમસ્યા ઉકેલાઈ જશે.
રાવલવાડી ટાંકો ઓછી ક્ષમતાનો હતો
જૂની રાવલવાડી પાસે 20 લાખ લીટર પાણીની ક્ષમતાનો ટાંકો છે. જે ટાંકામાંથી ટેન્કર દ્વારા પણ પાણી વિતરણ કરાય છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.