તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટાચાર તંત્રની ઉદાસીનતા:8 વર્ષમાં હાયર ગ્રેડનો પ્રશ્ન ઉકેલવા ગાંધીનગરના 16 ધક્કા, બે હજારથી વધુ અરજી છતાં કોઇ જ નીવેડો ન આવતા નિવૃત ના. મામલતદારે ઇચ્છામૃત્યુ માગ્યું

ભુજ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભુજ પાલિકાની ફાઇલ તસવીર - Divya Bhaskar
ભુજ પાલિકાની ફાઇલ તસવીર
 • 7 લાખની મંચ્છા પૂર્ણ ન થતાં હાયર ગ્રેડનો પ્રશ્ન ટલ્લે ચડ્યાનો ગંભીર આક્ષેપ
 • તંત્રના મલીન ઇરાદાથી વાજ આવી નિવૃત્ત નાયબ મામલતદારે ઇચ્છામૃત્યુની માંગ કરી હતી

8 વર્ષ બાદ પણ સ્થાનિક તંત્રના પાપે હાયર ગ્રેડના પ્રશ્નનો ઉકેલ ન આવતાં ભુજમાં રહેતા નિવૃત્ત નાયબ મામલતદારે તંત્રના મલીન ઇરાદાથી વાજ આવી ઇચ્છા મૃત્યુની માંગણી કરી છે. હાયર ગ્રેડ માટે હાઇકોર્ટના જજમેન્ટ મુજબ અમલવારી કરવા 15થી 16 વખત મહેસૂલ વિભાગ, ગાંધીનગરના ધક્કા પડ્યા છે અને બે હજારથી વધુ અરજીઓ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મહેસૂલમંત્રી, મુખ્ય સચિવ પંકજકુમાર, સાંસદ, તમામ ધારાસભ્યો સમક્ષ કરાઇ છે અને અનેક વખત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં છેેલ્લા 8 વર્ષથી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.

નિવૃત નાયબ મામલતદારે ઇચ્છામૃત્યુની માગણી કરી હતી
ભ્રષ્ટ તંત્રે કાયદેસરના હક્ક, અધિકારથી વંચિત રાખતાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે ભાંગી પડેલા શહેરની નૂતન સોસાયટીમાં રહેતા 71 વર્ષીય નિવૃત્ત નાયબ મામલતદાર કાનજી અભાભાઇ મહેશ્વરીએ અગાઉ ગુજરાતના રાજ્યપાલ મારફતે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ ઇચ્છામૃત્યુની માંગણી કરી હતી. વડી અદાલતે રેકર્ડ આધારે એક માસમાં નિર્ણય કરવા આદેશ કર્યો હોવા છતાં સરકારના નાણા વિભાગના ઠરાવની જોગવાઇ મુજબ અમલ થતો નથી.

8 વર્ષ બાદ પણ હાયર ગ્રેડ ના મળ્યો
અનુસૂચિત જાતિના હોવાથી તંત્ર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનું જણાવી મહેશ્વરીએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, મહેસૂલી તંત્રએ હાયર ગ્રેડનો લાભ અપાવવા માટે 7 લાખની માંગણી કરી હતી, આ મલીન મંચ્છા પૂર્ણ ન થતાં નાયબ કલેક્ટર સંવર્ગનું દ્વિતીય ઉચ્ચત્તર પગારધોરણનો પ્રશ્ન તંત્રએ ટલ્લે ચડાવ્યો છે. 8 વર્ષ બાદ પણ નિવૃત્ત નાયબ મામલતદારને તેમને મળવો જોઇએ તે હાયર ગ્રેડ મળ્યો નથી જેના માટે તેમણે ઇચ્છામૃત્યુની માંગ કરી છે.

કલેક્ટરનો સ્પષ્ટ અભિપ્રાય છતાં અમલ ન થયો
કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.એ નિવૃત્ત નાયબ મામલતદાર કે.એ. મહેશ્વરીને પુન: વિચારણા અરજીની વગતે નાયબ કલેક્ટર સંવર્ગનું દ્વિતીય ઉચ્ચત્તર પગારધોરણ તા.1-3-2004ની અસરથી મંજૂર કરવા સરકારમાંથી યોગ્ય હુકમો થઇ આવવા તેવા પ્રકારનો સ્પષ્ટ અભિપ્રાય તા.26-6-2020ના આપ્યો છે. વધુમાં સાંસદે પણ અનેક વખત ભલામણો કરી હોવા છતાં હાયર ગ્રેડના પ્રશ્નનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી.

ગાંધીનગરમાં ગાંધી પ્રતિમા પાસે સમાધિની કરશે માંગણી
ભ્રષ્ટ તંત્રના મનસ્વી વલણથી વાજ આવી ગયેલા નિવૃત્ત નાયબ મામલતદાર મહેશ્વરીએ જણાવ્યું હતું કે, જો હાયર ગ્રેડનો કોઇ જ નિવેડો નહીં આવે તો તેઓ ગાંધીનગરમાં ગાંધીજીના બાવલા પાસે સમાધિની માંગણી કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો