હાલાકી:ઇ-ગ્રામસ્વરાજ ઓનલાઇન સિસ્ટમમાં રાપરની શિરાનીવાંઢ છેક અબડાસામાં

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15મા નાણાપંચના તમામ કામો સંપન્ન પરંતુ ચુકવણા ન થયા
  • સરપંચની​​​​​​​ ગ્રામગૃહ નિર્માણ-પંચાયતી રાજના વિકાસ કમિશનર સમક્ષ ધા

રાપર તાલુકાના શિરાનીવાંઢમાં 15મા નાણાપંચના વિકાસકામો સંપન્ન થઇ ગયા છે પરંતુ તંત્રના છબરડાના કારણે ઇ-ગ્રામસ્વરાજ અોનલાઇન સિસ્ટમમાં શિરાનીવાંઢ અબડાસા તાલુકામાં બતાવી દેતાં પૂર્ણ થયેલા કામોના ચુકવણા અટકી પડ્યા છે.

15મા નાણાપંચની વર્ષ 2020-21ની ગ્રાન્ટ હેઠળ પ્રથમ અને બીજા હપ્તાની ગ્રાન્ટ અોનલાઇન ફાળવાઇ છે, જે મુજબ ગ્રામ્ય કક્ષાઅે અાયોજન કરી, પંચાયત ઠરાવ સાથે તાલુકા વિકાસ અધિકારીઅે બાંધકામ શાખાને મોકલી અાપતાં અા તમામ કામો ઇ-ગ્રામસ્વરાજ સોફ્ટવેરમાં અોનલાઇન કરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી અપાઇ છે. બાંધકામ શાખા દ્વારા કામોના નકશા, અંદાજો બનાવી તાંત્રિક મંજૂરી સાથે વર્ક અોર્ડર અાપી દીધા છે. જે પૈકી મોટાભાગના કામો પૂર્ણ કરી દેવાયા છે પરંતુ તેના મટીરીયલ, મંજૂરી વગેરેના બિલના ચુકવણા અોનલાઇન થતા નથી.

તાલુકા વિકાસ અધિકારીના કહેવા મુજબ શિરાનીવાંઢ ગ્રામપંચાયત ઇ-ગ્રામસ્વરાજ અોનલાઇન સિસ્ટમમાં રાપર તાલુકાના બદલે અબડાસામાં બતાવે છે અને અા સુધારો હવે ગાંધીનગર અેનઅાઇસી દ્વારા જ કરી શકાશે. તંત્રના છબરડાથી લાંબા સમયથી પંચાયત દ્વારા મજૂર, કારીગરોને ચુકવણા થઇ શક્યા ન હોવાનું શિરાનીવાંઢના સરપંચ શાંતિબેન અાંબાભાઇ ચાવડાઅે જણાવ્યું હતું. અા મુદ્દે તેમણે ગ્રામગૃહનિર્માણ અને પંચાયતી રાજના વિકાસ કમિશનર સમક્ષ લેખિત રજૂઅાત કરી છે અને જો તાત્કાલિક અા સુધારો ન થઇ શકે અને અોનલાઇન ચુકવણું ન થઇ શકે તો ગ્રામપંચાયતને ચેકબુકથી ચુકવણું કરવાની મંજૂરી અાપવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...