• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • In Dedhia Village Of Bhuj, People Have Been Suffering Due To Lack Of Water For Three Months, Despite Reporting To The Water Supply Department, There Is No Solution.

સમસ્યા:ભુજના દેઢિયા ગામે ત્રણ માસથી પાણીના અભાવે લોકોને હાલાકી, પાણી પુરવઠા વિભાગમાં જાણ કરવા છતાં કોઈ જ ઉકેલ નહિ

ભુજ4 મહિનો પહેલા
  • લોકોને પાણી મેળવવા 2થી 3 કિલોમીટર દૂરના વિસ્તારમાં જવું પડી રહ્યું છે
  • પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેરને અવાર-નવાર ફોન મારફતે રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ નહિ

ભુજના દેઢીયા ગામે લાંબા સમયથી પાણી સમસ્યા સર્જાઈ છે. અંદાજિત ત્રણ માસના લાંબા સમયથી પાણી પુરવઠો મળતો બંધ થઈ ગયો છે. આ પ્રશ્ન બાબતે પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેરને ગ્રામજનો દ્વારા અવાર-નવાર ફોન મારફતે રજૂઆત કરવા છતાં કોઈ જ નિવારણ કરવામાં આવ્યું નથી. ભરશિયાળે ગામમાં પાણીની તંગી સર્જાતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે ઉનાળા દરમ્યાન પાણીની કેવી સ્થિતિ સર્જાશે તેવો પ્રશ્ન ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. તંત્ર દ્વારા વહેલાસર પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દેઢિયા ગામ અને આસપાસની વાંઢમાં પાણીની તંગીના કારણે અબોલ પશુઓ જ્યાં-ત્યાં ભટકી રહ્યા છે. આ માટે તંત્રના જવાબદાર અધિકારીઓ સમક્ષ અનેક રજુઆત કરવા છતાં નિવારણ આવતું ના હોવાનું લૈયારી ગામના અબુબકર જતે જણાવ્યું હતું.

પાણીની સમસ્યા વિશે દેઢિયા ગામના માજી સરપંચ સમા પંચાણ મલુકે જણાવ્યું હતું કે, પાણીની તંગીના કારણે નાના મોટા હભલા વાસ, અલવાણી વાસ, વેજાણી વાસ સહિતની વાંઢોમાં વસવાટ કરતા ખેડૂતો અને માલધારી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી મેળવવા 2થી 3 કિલોમીટર દૂરના વિસ્તારમાં લોકોને જવું પડી રહ્યું છે. જેથી તંત્ર દ્વારા આનો યોગ્ય ઉકેલ લાવી પાણી પૂરું પાડવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...