તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:દયાપરમાં 18 વર્ષીય યુવતીએ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલડીયા (મં)માં યુવાન ડુબી જતાં મૃત પામ્યો

લખપતના દયાપર ખાતે 18 વર્ષીય યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તો, બીજી બાજુ અબડાસાના રેલડીયા મંજલ ગામે 19 વર્ષીય યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મોત નિપજ્યું હતું.દયાપરમાં રહેતી નસીરાબાઇ ઇસ્માઇલ જુમા નોતિયાર શનિવારે સવારે ઘરના ટોઇલેટમાં ગઇ હતી. બાદમાં ટોઇલેટનો દરવાજો તોડીને તપાસ કરતાં યુવતી રસ્સા વળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. દયાપર પોલીસે બનાવની નોંધ લઇ. હતભાગી યુવતીના પંદર દિવસ બાદ લગ્ન હતા.

અન્ય એક બનાવમાં અબડાસાના રેલડીયા મંજલ ગામે રહેતો 19 વર્ષનો અશરફ આમદભાઇ જુણેજા નામનો યુવાન શનિવારે સવારે ગામમાં આવેલા પાણીના ડેમમાં ઘેટા બકરાને નવળાવતો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ સ્લીપ થઇ જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.બનાવની જાણ થતાં લોકોએ યુવાનને તળાવમાંથી બહાર કાઢીને ડુમરા ખાતેની હોસ્પિટલમાં લઇ જતાં ડોકટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. કોઠારા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...