તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:દહિસરામાં સગીરાની છેડતી મુદે ડખો વકર્યો, ગામ બંધનું એલાન

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બન્ને પક્ષના 10 જણા સામે છેડતી-એટ્રોસીટી સહિતનો કલમ તળે નોંધાયા ગુના

ભુજ તાલુકાના દહિસરા ગામે નાનીની દુકાને બેઠેલી સગીર કન્યા પાસે ઉધારમાં માલ લેવા મુદે વાત કરી શારિરીક છેડછાડ કરાઇ હોવા સબબ બે પક્ષો વચ્ચે મારા મારી થઇ અને મામલો બિચ્યો હતો. માનકુવા પોલીસ મથકમાં બન્ને પક્ષની ફરિયાદ પરથી દસ લોકો સામે ગુનો નોંધાવાયો છે. તો બનાવને પગલે ગ્રામજનોએ ગામ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્પય કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે સગીર કન્યા દુકાને બેઠી હતી ત્યારે ગામનો દેવજી ડાહ્યાભાઇ મહેશ્વરી નામનો શખ્સ આવ્યો હતો. અને સગીરાને માલ ઉધારમાં આપો છો તેમ કહ્યું હતું, સગીરાએ ઉધારમાં માલ આપવાની ના કહેતા આરોપીએ સગીરાની છાતી પર હાથ નાખી જાહેરમાં છેડછાડ કરી બિભત્સ ગાળો આપી બાદ ફોન કરીને રજાક જત, કલ્પેશ વેરશીભાઇ, કિશન દિનેશભાઇ તેમજ વિજય રવજીભાઇ સહિતનાઓને બોલાવી સગીરા સાથે ગાળા ગાળી કરી હતી.

તો પ્રતિ ફરિયાદમાં દેવજીભાઇ ડાયાભાઇ મહેશ્વરીએ મનસુખ ધનજી પીંડોરીયા, નાનજી ધનજી પીંડોરીયા, હિરેન મનસુખ પીંડોરીયા, કલ્યાણજી લાલજી લીંબાણી, કલ્પેશ કલ્યાણજી લીંબાણી, વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ દહીં લેવા મુદે પૈસા બાબતે બોલાચાલી કરીને પાવડાના હાથાથી માથા અને શરીરના ભાગે માર મારી જાતિ અપમાનિત કરી ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યું હતું. માનકુવા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી દસ આરોપી વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો