તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ગેસ આધારિત સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં વસુલાય છે તગડો ચાર્જ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરને ટોકન ચાર્જ વસુલાય એવી જોગવાઈ કરવા કર્યો અનુરોધ
  • પાલિકાના માજી વિપક્ષીનેતાએ આંતર રાષ્ટ્રીય સંસ્થાના કૃત્યને વખોડ્યો

પાલિકાના માજી વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાઅે અાક્ષેપ કર્યો હતો કે, ગેસ અાધારિત ખારીનદી સ્મશાન ગૃહનું રોટરી કલબ દ્વારા સંચાલન કરવામાં અાવે છે. પરંતુ, મૃતકના સગા સંબંધીઅો પાસેથી સંસ્થા દ્વારા 2000 રૂપિયા જેટલો તગડો ચાર્જ વસુલવામાં અાવે છે. અે ઉપરાંત કર્મચારીઅો પણ વધારાના 500થી 1000 રૂપિયા ઉઘરાવી રહ્યા છે. ત્યારે અાંતર રાષ્ટ્રીય સંસ્થા માનવતા દાખવી ટોકન ચાર્જ વસુલે અે માટે કલેકટરને યોગ્ય કરવા સુજાવ પણ અાપ્યો હતો.

કલેકટરને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, લાકડાથી અગ્નિદાહ અપાતા સ્મશાનનું ભૂતનાથ સેવા સંસ્થાન જેવી નાની સંસ્થા દ્વારા સંચાલન કરવામાં અાવે છે, જેમાં મૃતકના પરિવારજનો પાસેથી કોઈ ચાર્જ વસુલવામાં અાવતો નથી. પરંતુ, રોટરી કલબ દ્વારા સંચાલિત ગેસ અાધારિત સ્મશાનમાં મસમોટી રકમ વસુલાતી અટકવી જોઈઅે. કોરોનાની મહામારીમાં નાની નાની સંસ્થાઅો માનવતા દાખવી કોઈ ચાર્જ વસુલતી નથી. ત્યારે જેને લોકો લાખો રૂપિયાનું દાન મળે છે અને જેને સરકારે ગેસની લાઈનનું કામ અને મોટી ચમની લગાવી અાપી છે અેવી રોટરી કલબે પણ માનવતા દાખવવી જોઈઅે. દરમિયાન શનિવારે ફરી અેક વધુ ચિમની બંધ પડી ગઈ છે. જેને પણ વહેલી તકે પાછી ચાલુ કરાવવી જોઈઅે.

10 દિવસ સુધી બંધ હતું પણ કોઈઅે દરકાર ન લીધી
માજી વિપક્ષીનેતાઅે વધુમાં કહ્યું હતું કે, ગેસ અાધારિત સ્મશાન દસ દસ દિવસ સુધી બંધ હતું. પરંતુ, વેળાસર ત્વરાઅે પુન: કાર્યરત કરવા કોઈઅે દરકાર સુદ્ધા લીધી ન હતી. માંડ માંડ 10 દિવસે ફરીથી પુન:કાર્યરત કરાયું હતું.
સેવા માટે દાન અપાયું, કમાણી માટે નહીં
પત્રમાં વધુમાં કહ્યું હતું કે, ગેસ અાધારિત સ્મશાન બનતું હતું ત્યારે કેટલાય લોકોઅે દાન અાપ્યું હતું. અે દાન સેવા માટે હતું. કમાણી કરવા માટે ન હતું.

અન્ય સમાચારો પણ છે...