તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:બિદડામાં પતિએ અન્યની વાડીમાં કામે જવાની ના કહેતાં પત્નિની આપઘાત

ભુજ, મોથાળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુખપર (રો)માં ટ્રેકટર નીચે ચગદાઇ જતાં યુવાનનું મોત

માંડવી તાલુકાના બિદડાની વાડીમાં રહેતી પરિણીત મહિલા ઝાડ પર દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું તો, નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે ટ્રેકટર નીચે ચગદાઇ જતાં શ્રમજીવી યુવાનનું સ્થળ પર મોત નિપજ્યું હતું. બનાવને પગલે પોલીસે તપાસ ચલાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના બિદડા ગામે કૈલાશનગર વિસ્તારમાં આવેલી વાડીમાં રહેતી નિતાબેન નિલેશભાઇ રામજીયાણી નામની મહિલાને તેના પતિએ અન્યની વાડીમાં કામે જવાની ના કહેતાં જેનું મનપર લાગી આવતાં મંગળવારે પોતાની વાડીમાં આવેલા ઝાડ પર દુપટ્ટો બાંધી મંગળવારે સાંજે આત્મહત્યા કરી લેતાં તેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તબીબે મૃત જાહેર કરતાં માંડવી પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવમાં નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે આવેલી કલ્પેશ રવિલાલ પટેલની વાડીમાં મંગળવારે ખેડાણના કામ દરમિયાન ટ્રેકટર અચાનક પલ્ટી મારી જતાં વાડીમાં કામ કરતા અનિલ અરવિંદભાઇ તળવી (ઉ.વ.30)નામના શ્રમજીવીનું ટ્રેકટર નીચે ચગદાઇ જતાં સ્થળ પર મોત નિપજ્યું હતું. બનાવની નખત્રાણા પોલીસે નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ ખાંભડે હાથ ધરી છે.

મોટી બાલાચોડમાં પાણી છાટતાં યુવાનનો વીજ કરંટે ભોગ લીધો
અબડાસા તાલુકાના મોટી બાલાચોડ ગામે રહેતા સુરેશ પરસોતમભાઇ ભાનુશાલી (ઉ.વ.23) મંગળવારે સવારે પોતાના નવા મકાનના બાંધકામ પર પાણી છાંટી રહ્યો હતો. ત્યારે મોટરમાં લાગેલા વાયરના સંપર્કમાં આવી જતાં વીજ ઝાટકાથી તેનું સ્થળ પર કંમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આશાસ્પદ યુવાનના મોતથી ભાનુશાલી સમાજ અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. કોઠારા પોલીસે નોંધ લઇ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...