તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બિદડામાં સાસરીયાએ સંતાનના મુદ્દે પરિણીતાને મરવા મજબુર કરી

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકમાં પતિ,સસરા,સાસુ સામે નોંધાયો ગુનો

માંડવી તાલુકાના બિદડાના કૈલાસનગર વિસ્તારની વાડી પરિણીતાના આપઘાતના કેસમાં પતિ સાસુ સસરાએ સંતાન ન થતા હોવાનું મેણુ મારી મરવા પર મજબુર કરાઇ હોવાથી પુત્રીએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે માંડવી પોલીસમાં હતભાગીના પિતાએ સાસરીયા વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

માંડવી તાલુકાના બિદડા ગામે કૈલાશનગર વિસ્તારમાં વાડીમાં રહેતી નિતાબેન ઉર્ફે હેતલબેન નિલેશભાઇ રામજીયાણીએ ગત મંગળવારે પોતાની વાડીમાં આવેલા ઝાડ પર દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધો હતો. આ કેસમાં ભુજ ડિવાયએસપીને તપાસ સોંપાઇ છે. દરમિયાન હતભાગી નિતાબેનના પિતા નાનજીભાઇ ખેતશીભાઇ માકાણી રહે બિદડા વાડી વિસ્તારે માંડવી પોલીસ મથકમાં તેમની દિકરીને આપઘાત કરવા મજબુર કરાઇ હોવાના આક્ષેપ સાથે હતભાગીના પતિ નિલેશભાઇ રામજીયાણી, સસરા નરશીભાઇ મનજીભાઇ રામજીયાણી અને સાસુ સાવિત્રીબેન નરશીભાઇ રામજીયાણી વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દિકરીના બે વર્ષના લગ્ન ગાળા દરમિયાન સંતાન ન હોઇ પતિ સાસુ સસરા સંતાન મુદે મેણા ટોણા મારીને ત્રાસ આપતા હોવાથી ફરિયાદીની દિકરીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. માંડવી પોલીસે આરોપીઓ વિરૂધ આઇપીસી કલમ 306,498,(એ), 114 મુજબ ગુનો નોંધીને તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...