તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:બિદડામાં પરિણીતાએ દહેજના ત્રાસથી ખાધો’તો ફાંસો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ મુદ્દે અપાતો હતો ત્રાસ માંડવી પોલીસ મથકમાં પતિ સાસુ-સસરા સહિત 4 સામે નોંધાયો ગુનો

માંડવી તાલુકાના બિદડા ગામે પરિણીતાના આપઘાતના કેસમાં પતિ સાસુ સસરા સહિતનાઓએ વધુ દહેજ ન લઇ આવવા મુદે મેણા ટોણા મારી તેમજ પતિએ સતત મારકુટ કરી મરવા પર મજબુર કરાઇ હોવાથી પુત્રીએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે માંડવી પોલીસમાં હતભાગીના પિતાએ સાસરીયા વિરૂધ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના બિદડા ગામે રહેતી પુજા ઉર્ફે પ્રાચી દિવ્યગીરી ઉમેશગીર ગોસ્વામી નામની પરણીતાએ ગત સોમવારે પોતાના ઘરે આપઘાત લીધો હતો.

આ કેસમાં ભુજ ડિવાયએસપીને તપાસ સોંપાઇ હતી. દરમિયાન ભુજ હંગામી આવાસ જીઆઇડીસી અનમોલ સોસાયટીમાં રહેતા હતભાગી પુજાબેનના પિતા ભરતગીરી ખીમગીરી ગુસાઇ (ઉ.વ60)એ માંડવી પોલીસ મથકમાં તેમની દિકરીને આપઘાત કરવા મજબુર કરાઇ હોવાના આક્ષેપ સાથે હતભાગીના પતિ દિવ્યગીરી ગોસ્વામી, સસરા ઉમેશગીરી મનસુખગીરી ગોસ્વામી, અને સાસુ છાયાબેન ઉમેશગીરી ગોસ્વામી અને મોટા સસરા જીતુગીરી મનસુખગીરી ગોસ્વામી વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દિકરીના બે મહિના લગ્ન ગાળા દરમિયાન વધુ દહેજ લાવી નથી તેવા પતિ સાસુ સસરા અને મોટા સસરા દ્વારા મેણા ટોણા મારીને ત્રાસ આપતા હોવાથી તેમજ પતિ દ્વારા સતત મારકુટ કરવામાં આવતી હોઇ ફરિયાદીની દિકરીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. માંડવી પોલીસે આરોપીઓ વિરૂધ આઇપીસી કલમ 306,498,(એ), 323, 114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3,4 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ ચલાવી છે.

કેસને રફેદફે કરવા ભુજથી પોલીસને ફોન કરાયો હોવાનો આક્ષેપ
આપઘાતના બનાવ બાદ હતભાગીને હોસ્પિટલે સાસરા પક્ષના લઇ ગયા હતા બાદમાં ભુજમાં રાજકીય નેતાની ઓફિસમાં કામ કરતા અને ભુજ રહેતા શખ્સે માંડવી પોલીસ અને માંડવી સરકારી હોસ્પિટલમાં ફોન કરીને કેસને રફેદફે કરવાની ભલામણ કરી હોવાનો હતભાગીના પિતાએ આક્ષેપ કર્યો છે.જો કેસ રફેદફે કરવામાં આવશે તો, હાઇકોર્ટ પાસે સંપૂર્ણ ઘટનાની તપાસ કરવા તજવીજ હાથ ધરાશે. અને જવાબદાર સામે ખૂનની તેમજ સ્ત્રી કૃરહત્યા સબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરશું. ન્યાય નહીં મળે તો કૌટુબ સાથે આત્મવિલોપન કરવાની ચીમકી અપાઇ છે.

મૃતકને વાંસામાં પટ્ટાથી મારના નિશાન અને પગમાં લોહી નીકળતું હતું: પિતાએ કર્યા અનેક ચોંકાવનારા આક્ષેપ
પોલીસને જાણ કર્યા વગર હોસ્પિટલમાં સસરા પક્ષના લોકો લઇ ગયા, 5 વર્ષથી ઓછો લગ્ન ગાળો હોય તો, રાત્રીના પીએમ ન થઇ શકે તેમજ નાયબ મામલતદાર કક્ષાના વ્યક્તિએ ગેઝેટ સિવાય રાત્રે ઇન્કવેસસ્ટ ભરી શકતા નથી.

હતભાગીએ કયારે કેટલા સમયમાં અને કોના રૂમમાં કઇ રીતે ફાંસો ખાધો જાતે ફાસો ખાધો હોય તો, શરીરના પાછળના ભાગમાં પટ્ટાના મારના નિશાન અને પગમાં લોહી કઇ રીતે નિકળ્યું તે સહિતના પ્રશ્નો સાથે મૃતકને નવળાવનારા બહેનોના નિવેદન લેવામાં આવે તો, મોત પાછળનું કારણ બહાર આવે તેવા હતભાગના પિતાએ આક્ષેપો કર્યા છે. આક્ષેપના પગલે બિદડા પંથકમાં ચકચાર મચી છે. અને સાચી હકીકતો બહાર આવે તેવી પોલીસ પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

મૃતકની લાશને તપાસ માટે FSLમાં મુકવા કરી માંગ
હતભાગીની લાશની દફન વિધિ થઇ ગઇ છે. પરંતુ રાત્રે લાશને કોઇ પણ લખાણ કર્યા વગર દફન વિધિ માટે અપાઇ છે. હતભાગી પર કૃર અત્યાચાર થયા બાદ તેનું મોત થયું હોવાનો આક્ષેપ કરી મૃતકની લાશને ફરીથી પીએમ માટે જામનગર એફએસએલમાં મુકવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...