રાજકારણ:ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કચ્છમાંથી નવા નામના આંચકાની અટકળોએ જોર પકડ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરમુળથી ફેરફાર થાય તો ચર્ચાતા નામો સિવાય પણ જાહેર થાય
  • ભુજ, અંજાર​​​​​​​ અને હવે ગાંધીધામ અને અબડાસાના ધારાસભ્ય ચર્ચામાં

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીઅે રાજીનામું અાપ્યા બાદ ભાજપે નવા મુખ્યમંત્રીના ચર્ચાતા નામો વચ્ચે અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને જાહેર કરી સાૈને અાંચકો અાપ્યો હતો. હવે મંત્રીમંડળની રચનામાં પણ અાંચકો અાપે અેવી શક્યતા છે, જેમાં કચ્છમાંથી ચર્ચાતા નામો સિવાય પણ અાંચકારૂપ નવું નામ જાહેર થાય અેવી અટકળો વહેતી થઈ ગઈ છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઅે રાજીનામું કયા કારણસર અાપ્યું અેના કારણ અને તારણમાંથી બહાર અવાય અે પહેલા નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં ધળમૂળથી ફેરફારને પગલે અસંતોષ અને બળવાની સ્થિતિ સર્જાઈ છે, જેથી બુધવારે સાંજે સોગંદવિધિ જ મુલત્વી રાખવાની નોબત અાવી. હવે ગુરુવારે બપોરે 1.30 વાગે સોગંદવિધિ ઠેલાઈ છે, જેથી કચ્છમાંથી અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ અાહિરને પડતા મૂકી ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્યને સમાવાશે અેવી ચર્ચા સંભાળાતી હતી અે ચર્ચા ઉપર જ પૂર્ણવિરામ મૂકી નવા જ નામોની અટકળો શરૂ થઈ ગઈ છે,

જેમાં ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને મંત્રીપદ મળશે અેવી વાતો પણ વહેતી થઈ છે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, અબડાસામાં કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયા બાદ ભાજપનો ખેસ ધારણ કરતા પહેલા પ્રદ્યુમનસિંહ જાડેજાઅે કેટલીક શરતો મૂકી હતી, જેમાં વાસણભાઈ અાહિરનું કદ અને સ્થાન વેતરવાની પણ વાત હોવાનું સૂત્રો કહે છે. કેમ કે, 2011ના વર્ષ દરમિયાન ટાઉનહોલમાં ટ્રક અોનર્સ અેસોસિઅેશનના પ્રમુખની વરણી સમયે વાસણભાઈઅે પ્રદ્યુમનસિંહને કદ અને સ્થાનથી વેતરીને અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધા હતા.

જેના સાક્ષી માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી પણ રહ્યા હતા. જોકે, ત્યારબાદ પાંચેક વર્ષ પછી હોટલ વિરામમાં ટ્રક અોનર્સ અેસોસિઅેશનની બેઠકમાં પ્રદ્યુમનસિંહ જાડેજાઅે ટ્રકના ધંધાને બચાવવા બલિદાન અાપવાની તૈયારી બતાવી હતી. પરંતુ, રાજકારણમાં જે દેખાય અે હોતું નથી અને જે હોય છે અે દેખાતું નથી.

અન્ય સમાચારો પણ છે...